7 વર્ષ પહેલા લગ્ન, બે વર્ષમાં છુટાછેડા થઈ ગયા હતા ઃ માતા-િપતા હયાત નથી
રાજકોટ, તા. 18 ઃ શહેરના આંબેડકરનગરમાં મવડી સ્લમ આવાસમાં રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાને બપોરે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને આગ ચાંપી આપઘાત કરી લીધો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર મૃતક શિક્ષકનું નામ મિતેશ તેરૈયા હતું. 7 વર્ષ
પહેલાં યુવાનના લગ્ન થયા હતા, પરંતુ બે વર્ષમાં જ છુટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ એકલવાયાપણાને કારણે ડિપ્રેશનમાં આવી જતા યુવાને આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા પરિવારજનોએ વ્યક્ત કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક મિતેશ જયસુખભાઈ તેરૈયાના બનેવીના કહેવા પ્રમાણે તે છેલ્લા 15 દિવસથી
ગુમસુમ રહેતો હતો. જેના કારણે આપઘાતનું પગલું ભરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. મૃતક કોઠારીયા રોડ ઉપર આવેલી જ્ઞાનદીપ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો. 34 વર્ષના
મિતેશના લગ્ન થઈ ગયા હતા પરંતુ 5 વર્ષ પહેલાં તેના છુટાછેડા થઈ ગયા હતા. આંબેડકરનગરમાં મવડી 50 વારીયા
સ્લમ ક્વાર્ટસમાં તેનું મકાન હતું. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતા બહેન-બનેવી સાથે રહેતો હતો. યુવાનના માતા-િપતા પણ હયાત નથી.
બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ
અને માલવિયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.