• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

કૌટુંબિક ઝઘડામાં દંપતી પર છરીથી હુમલો

અવળા ધંધા કરવા દેતા ન હોવાના મુદ્દે ઉશ્કેરાયેલા ભત્રીજાએ કારસ્તાન કર્યું

રાજકોટ, તા. 18ઃભાવનગર રોડ પર ચુનારાવાડ ચોક પાસે આવેલી લાખાજીરાજ સોસાયટીમાં કૌટુંબિક ઝઘડામાં એક આધેડ અને તેમના પત્ની પર છરીથી હુમલો કરાયો હતો. આ બનાવમાં બંનેને ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે થોરાળા પોલીસે ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, લાખાજીરાજ સોસાયટીની શેરી નંબર 7/8ના ખૂણે રહેતા 53 વર્ષીય રમેશભાઈ દેવજીભાઈ સાલાટે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 17 ઓક્ટોબરે રાત્રે તેમના ઘરે સવારે થયેલી માથાકૂટના સમાધાન અંગે વાતચીત ચાલી રહી હતી. તે દરમિયાન તેમના કૌટુંબિક ભત્રીજા કબીર અને નંદુ ત્યાં આવ્યાં હતાં.

બંનેએ રમેશભાઈ અને તેમનાં પત્ની કાજલબેનને ધંધો કરવા દેતા ન હોવાની વાત કરતાં રમેશભાઈએ તેમના અવળા કામકાજને કારણે ધંધો કરવા દેતા ન હોવાનું જણાવ્યું હતું. આ વાતથી ઉશ્કેરાયેલા કબીરે છરી વડે રમેશભાઈના માથા અને હાથ પર ઘા ઝીંક્યા હતા. પતિને બચાવવા વચ્ચે પડેલાં કાજલબેન પર પણ છરીથી હુમલો કરી તેમના હાથમાં ઈજા પહોંચાડી હતી.

ત્યારબાદ અર્જુન, કબીર અને નંદુએ દંપતીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આસપાસના લોકો એકઠા થતાં ત્રણેય ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત રમેશભાઈને માથા અને હાથમાં મળીને 16 ટાંકા, જ્યારે કાજલબેનને હાથમાં 12 ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 

આ બનાવ અંગે થોરાળા પોલીસે અર્જુન ગનુભાઈ માલાણી, કબીર ગનીભાઈ માલાણી અને નંદુ ગનીભાઈ માલાણી સામે ગુનો નોંધી એ.એસ.આઈ. વી.જી. બોરીચાએ વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026