• સોમવાર, 16 નવેમ્બર, 2026

મહાદેવ સટ્ટા એપના ગોરખધંધા હજી પણ ચાલુ ઃ 92 હજાર કરોડની કમાણી ?

ઈડીએ ચંદ્રાકરની કસ્ટડી માગતા અદાલતમાં આપેલી જાણકારી

નવીદિલ્હી, તા.1પ ઃ મહાદેવ સટ્ટાએપ વિશે ઈડીએ કોર્ટમાં મોટા ખુલાસા કર્યા છે. ઈડીએ રાયપુરની વિશેષ અદાલતમાં જણાવ્યું હતું કે, આ સટ્ટા એપ અને તેની ગેરકાનૂની ગતિવિધિઓ હજી પણ ચાલે છે. આ અપરાધિક કૃત્યમાં તેની કમાણી અધધ 92 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ હોઈ શકે છે.

ઈડીએ આ સટ્ટા એપ કૌભાંડનાં મુખ્ય ભેજાબાજ સૌરભ ચંદ્રાકરને હિરાસતમાં લઈને પૂછપરછ કરવાની માગણી દરમિયાન આ જાણકારીઓ આપી હતી.

વિશેષ પીએમએલએ અદાલતમાં દાખલ રિમાન્ડ અરજીમાં ઈડીએ ચંદ્રાકરની સાત દિવસની કસ્ટડી માગી હતી. ઈડીએ દલીલ કરી હતી કે, નાણાની લેણદેણ, અપરાધિક કમાણી અને તેનો ઉપયોગ સહિતની જાણકારીઓ મેળવવા માટે તેની પૂછપરછ કરવી આવશ્યક છે. ત્યારબાદ કોર્ટે 19 નવેમ્બર સુધછી ચંદ્રાકરને ઈડીની કસ્ટડીમાં સોંપી દીધો હતો.

ઈડીએ જણાવ્યું હતું કે, મહાદેવ ઓનલાઇન બૂક એપ થકી થયેલી અવૈધ કમાણીનું અનુમાન 75 હજારથી 80 હજાર કરોડ રૂપિયા જેટલું છે. આ ઉપરાંત તેની સાથે જોડાયેલી વેબસાઇટ સ્કાયએક્સચેન્જ ડોટ કોમમાં 11 થી 12 હજાર કરોડ રૂપિયા અને લોટસ36પ ડોટ કોમમાંથી 2400 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી હોવાનું અનુમાન છે. 

ઇ-પેપરના નવા શુલ્ક