દિલ્હીથી દુબઈ જનારી સ્પાઈસ જેટની બે ઉડાન 24 કલાક મોડી, કાનમાં પીડાના નામે ઇન્ડિગોના પાઇટલની ફલાઇટ સંચાલનની ના
નવી
દિલ્હી, તા. 15 : દિલ્હીથી દુબઈ જવા માટે સોમવારે એરપોર્ટ પર 200 પ્રવાસીઓ વિમાનની
રાહ જોઈ રહ્યા હતા ત્યારે વિમાની કંપની સ્પાઈસ જેટે કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વિના ઉડાનના
સમયમાં વારંવાર ફેરફાર કર્યો હતો. જેથી પ્રવાસીઓએ દુબઈ પહોંચવાના સમયથી 24 કલાક મોડા
એટલે કે બીજા દિવસે મુસાફરી પૂરી કરી હતી. બીજી બાજુ ઈન્ડિગોના વિમાનમાં વારાણસીથી
બેંગ્લોર જનારા પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી હતી અને તેઓ નિર્ધારિત સમયથી પાંચ કલાક
મોડા ગંતવ્યસ્થાને પહોંચ્યા હતા.
સોમવારે
દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા પ્રવાસીઓની ધીરજ ખૂટતાં મંગળવારે દિલ્હીમાં એરપોર્ટ ટર્મિનલ-3
ઉપર જમીન પર બેસીને કંપની વિરુદ્ધ દેખાવો કરતાં સ્પાઈસ જેટે અન્ય વિમાનની વ્યવસ્થા
કરી હતી, અંતે દિલ્હીથી બન્ને વિમાન સોમવારના બદલે મંગળવારે દુબઈ પહોંચ્યા હતા.
વારાણસીના
લાલબહાદુર શાત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર
સોમવારે 178 પ્રવાસીઓ બેંગ્લોર જવા માટે તેમની તપાસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ
વિમાનમાં બેસી ગયા બાદ અચાનક પાઈલટે તેના કાનમાં દુ:ખાવો થતો હોવાથી વિમાન ઉડાડવાની
ના પાડતાં પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારી ટર્મિનલ ભવનમાં બેસાડવામાં આવ્યા હતા. આ વેળાએ મુસાફરોએ પાઈલટની તબિયત ખરાબ હતી તો તે
અંગે વહેલી જાણ કરવી જોઈતી હતી અને અન્ય વ્યવસ્થા ગોઠવવા અંગે કંપનીના કર્મચારીઓ સાથે
રકઝક કરી હતી. અંતે ઈન્ડિગોના અધિકારીઓએ પાઈલટની
વ્યવસ્થા કરતાં તેમને આવવામાં 5.30 કલાક જેટલો સમય લાગતાં પ્રવાસીઓ રઝળી
પડયા
હતા.