આરોપી ટોળકીએ વિડીયો કોલમાં ખેડૂતના પ્રાઈવેટ ફોટા પાડી વાઈરલ નહિ કરવાના 16.30 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા
અમરેલી,તા.15ઃઅમરેલી
અને સુરતના
શખ્સો દ્વારા
એકસંપ થઈ
આચરવામાં આવેલા
ગંભીર ગુનાનો
મામલો સામે
આવ્યો છે.
બગસરા તાલુકાના
હડાળા ગામે
રહેતા એક
ખેડૂતને વોટ્સએપના
માધ્યમથી પ્રેમજાળમાં
ફસાવી, વિડિયો
કોલમાં નિર્વસ્ત્ર
કરી ફોટા
પાડી લેવામાં
આવ્યા હતા.
ત્યારબાદ આ
ફોટા વાયરલ
કરવાની ધમકી
આપી લાખો
રૂપિયા પડાવવા
તેમજ જાનથી
મારી નાખવાની
ધમકી આપવા
અંગેની પોલીસ
ફરિયાદ
નોંધાઈ છે.
પોલીસ સૂત્રો
દ્વારા પ્રાપ્ત
વિગતો અનુસાર,
અમરેલીમાં રહેતી
નીલમ કાકડીયા
તથા સુરત
ખાતે રહેતા
પ્રતિક પરશોતમભાઇ
પાઘડાળ અને
અવીનાશ પટેલ
નામના ત્રણ
આરોપીઓએ કાવતરું
રચ્યું હતું.
આરોપી નીલમ
કાકડીયાએ બગસરાના
હડાળા ગામના
ખેડૂત દિપકભાઈ
મનસુખભાઈ બોરડ
સાથે તા.1/6/25
થી તા.1/7/26
દરમિયાન વોટ્સએપ
પર સંપર્ક
કેળવી મીઠી
મીઠી વાતો
કરી હતી.
ત્યારબાદ વિડિયો
કોલ દરમિયાન
ખેડૂતને નિર્વસ્ત્ર
થવાનું કહી
તેમની જાણ
બહાર ફોટા
પાડી લીધા
હતા. આ
ફોટા સોશિયલ
મીડિયામાં વાયરલ
કરવાની ધમકી
આપી નીલમે
ઓનલાઇન તથા
આંગડિયા મારફતે
કુલ રૂપિયા
8,94,110 અલગ-અલગ
બેન્ક ખાતામાં
ટ્રાન્સફર કરાવી
લીધા હતા.
જ્યારે બીજા
આરોપી પ્રતિકભાઇ
પાઘડાળે ફોટા
વાયરલ ન
કરવાના બહાને
સેટલમેન્ટ કરવાનું
કહી ખેડૂત
પાસેથી રૂપિયા
7,36,000 કઢાવ્યા હતા.
આમ, ત્રણેય
મળીને કુલ
રૂપિયા 16,30,110 પડાવી
લીધા હતા.
ત્રીજા આરોપી
અવીનાશ પટેલે
વોટ્સએપ પર
ગાળો આપી
હાથપગ ભાંગી
નાખવાની ધમકી
આપી હતી.
આ ત્રણેય
આરોપીઓ વિરુદ્ધ
ભોગ બનનાર
ખેડૂતે પોલીસ
મથકે ગુનો
નોંધાવ્યો છે.