• રવિવાર, 13 ઑક્ટોબર, 2024

કોલકતા બળાત્કાર-હત્યાંકાડ કેસ : સુપ્રીમે જીવંત પ્રસારણ રોકવા ના પાડી

પીડિતાની ઓળખ મામલે વિકીપીડિયા સામે સુપ્રીમની સખ્તાઈ : સીબીઆઈનો સ્ટેટસ રિપોર્ટ માગ્યો

નવીદિલ્હી,તા.17: કોલકતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી તબીબનાં બળાત્કાર અને હત્યાકાંડમાં સ્વત:સંજ્ઞાન લઈને સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે આજે આ કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ રોકવાનો ઈનકાર કરી દીધો છે. આ ઉપરાંત પીડિતાની ઓળખ જાહેર કરવા મામલે સુપ્રીમ કોર્ટે વિકીપીડિયા સામે પણ સખ્તાઈ દેખાડી હતી અને તેને આનાં માટે આદેશ આપવામાં આવશે તેવું કહ્યું હતું. કોર્ટે આ કેસની તપાસનો સ્ટેટસ રિપોર્ટ પણ સીબીઆઈ પાસેથી

માગ્યો છે.

આજે સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની પીઠે સુનાવણી કરી હતી. જેમાં પશ્ચિમ બંગાળ સરકાર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે સુનાવણીનાં જીવંત પ્રસારણ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આને લઈને મીડિયામાં રાજ્ય સરકારની છબિ ખરડવામાં આવી રહી છે. જે માગણી નકારતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ જનહિતનો કેસ છે અને તેનું જીવંત પ્રસારણ રોકી ન શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક