• રવિવાર, 21 જુલાઈ, 2024

ભાવનગરમાં શૌચાલયમાં સંતાડેલો દારૂ-િબયરનો જથ્થો ઝડપાયો રૂ.26 હજારનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ

ભાવનગર, તા.16: ભાવનગર શહેરના કરચલીયા વિસ્તારમાં પોલીસે દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી લીધો હતો.

માહિતી મુજબ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન બાતમી મળેલી કે ઉપેન્દ્ર ભરતભાઇ મકવાણા (રહે. રાંદલમાંનો ચોક, કરચલીયા પરા, ભાવનગર) જુના બંદર, રેલવેના પાટા પાસે આવેલા શૌચાલયમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે રેડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલો  તથા બિયર ટીન મળી આવ્યા હતા. જ્યારે આરોપી ઉપેન્દ્ર મકવાણા નાસી છૂટયો હતો. પોલીસે વિદેશી દારૂની 204 બોટલ તથા બિયર ટીન-48 ભરેલ પેટી-2 કિ.રૂ.4,800/- મળી કુલ રૂ.27,600/-નો મુદ્દામાલ કબજે કરેલ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક