• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

યુવતી સાથે દુષ્કર્મ આચરી શખસે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યા

રાજુલા પંથકમાં બનાવ : યુવતીની પોલીસ મથકમાં ફરિયાદ

અમરેલી, તા.16: રાજકોટ ખાતે અભ્યાસ કરતી રાજુલાની યુવતીને ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવતી વેકેશન કરવા માટે રાજુલા આવતા એ જ ગામના શખસે યુવતીને છરી બતાવી ધમકી આપી દુષ્કર્મ આચરી વીડિયો-ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂા.20 લાખની માંગણી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ યુવતી રાજકોટ કોલેજમાં અભ્યાસ કરતી હતી. રાજુલામાં રહેતો આરોપી રાકેશ લાખા કાતરીયા રાજકોટ જઈને ધમકી આપી એક દિવસ રાજકોટ ખાતે હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં તેણીની સાથે તેણીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને તે તેની જાણ બહાર આરોપીએ યુવતીના વીડિયો અને ફોટાઓ આરોપીએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધા હતા અને આ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને યુવતી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતો અને આરોપી તેના વીડિયો તથા ફોટો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી અલગ અલગ રીતે કુલ મળી રૂપિયા 80,000 પડાવી લીધા હતા તેમ છતાં આ વીડિયો તથા ફોટા વાયરલ ના કરવા માટે આરોપીએ વધુ રૂપિયા 20,00,000ની માંગણી કરી હતી.

બાદમાં આરોપીએ પોતાના મોબાઈલમાં યુવતીના ફોટો તથા વીડિયો સોશ્યલ મીડિયા મારફતે વાયરલ કરી દઈ યુવતીને સમાજમાં બદનામ કર્યા અંગેની આરોપી સામે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.કોલાદરાએ વધુ તપાસ હાથ ધરી આરોપીની શોધખોળ આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક