• રવિવાર, 29 નવેમ્બર, 2026

બોટાદમાં માતાએ બે સંતાનો સાથે માલગાડી નીચે પડતું મૂક્યું

માતા પુત્રીના મૃત્યુ, બે વર્ષના પુત્રનો આબાદ બચાવ, ગંભીર ઇજાઓ બાદ ભાવનગર ખસેડાયો

બોટાદ, તા.28: બોટાદ-લાઠીદડ રેલવે સ્ટેશન વચ્ચે શનિવારે સવારે હૃદયદ્રાવક ઘટના બની હતી. એક માતાએ પોતાના બે માસૂમ સંતાનો સાથે માલગાડી નીચે પડતું મુક્ત 30 વર્ષીય માતા અને ત્રણ વર્ષની પુત્રીનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે બે વર્ષનો પુત્ર ગંભીર ઇજાઓ સાથે બચી ગયો હતો. તેને 108 મારફતે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર રીફર કરાયો હતો. હાલ બાળકની સ્થિતિ ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.

રેલવે સુરક્ષા નિયંત્રણ કક્ષાને સવારે 9:15 વાગ્યે જાણ થતાં આરપીએફ ઇન્સ્પેક્ટર અનિલકુમાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકની ઓળખ ટાટમ ગામનાં આરતીબેન યોગેશભાઈ (ઉ.વ.30) અને તેમની પુત્રી કૃશાબેન તરીકે થઈ હતી. બોટાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે માલગાડી 39 મિનિટ સુધી અટકી રહી હતી. મહિલાએ આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક