ક્ષ સિમ્બા નામના સિંહને અન્ય સિંહ સાથે ઇન્ફાઇટથી બચાવવા વનકર્મીઓએ જીવના જોખમે બાઇકો દોડાવી પડી
અમરેલી,
તા.
15 :
અમરેલી
જિલ્લાના
ધારી
નજીક
આવેલા
આંબરડી
સફારી
પાર્કમાં
વન્યજીવોની
સુરક્ષા
અને
સિંહોની
દેખરેખ
માટે
વનવિભાગના
કર્મચારીઓ
સતત
સતર્ક
રહેતા
હોય
છે
ત્યારે
સફારી
પાર્કમાં
પર્યટકોને
સિંહ
દર્શન
કરાવવા
માટે
નિર્ધારિત
લોકેશન
પર
રાખવામાં
આવેલો
એક
સિમ્બા
નામનો
સિંહ
લોકેશન
છોડીને
બહાર
નીકળી
જતાં
વનવિભાગના
કર્મચારીઓ
દોડતા
થયા
હતા. સૂત્રોમાંથી
પ્રાપ્ત
વિગતો
મુજબ
અમરેલી
જિલ્લાના
આંબરડી
સફારી
પાર્કમાં
પર્યટકોને
સિંહ
દર્શન
માટે
નિર્ધારિત
કરવામાં
આવેલા
લોકેશન
પર
સિમ્બા
સિંહને
રાખવામાં
આવ્યો
હતો.
જો
કે,
સાંજના
સમયે
સિમ્બા
નામનો
સિંહ
અચાનક
પોતાનું
લોકેશન
છોડીને
અન્ય
વિસ્તારમાં
ભાગવા
લાગતાં
વનવિભાગના
ટ્રેકરો
અને
કર્મચારીઓ
તાત્કાલિક
હરકતમાં
આવ્યા
હતા.
આ
સિમ્બા
નામનો
સિંહ
સફારી
પાર્કમાં
રહેલા
અન્ય
સિંહોના
વિસ્તારમાં
પહોંચી
જાય
અને
તેમની
વચ્ચે
ઇન્ફાઇટ
એટલે
કે
આંતરિક
લડાઈ
સર્જાય
તેવી
સંભાવનાને
ધ્યાનમાં
રાખીને
વનકર્મીઓએ
તેને
ફરી
નિર્ધારિત
લોકેશન
તરફ
વાળવા
કામગીરી
શરૂ
કરી
હતી.
આ
કામગીરી
દરમિયાન
વનવિભાગના
ટ્રેકરોએ
બાઇકોની
મદદથી
સિમ્બા
સિંહને
રોકવાનો
અને
તેની
દિશા
બદલવાનો
પ્રયાસ
કર્યો
હતો.
એક
તરફ
જંગલનો
રાજા
સિંહ
અને
બીજી
તરફ
પોતાની
ફરજ
નિભાવતા
વનકર્મીઓ
વચ્ચે
જાણે
જીવન
મરણનો
જંગ
ખેલાતો
હોય
તેવા
દૃશ્યો
સર્જાયા
હતા.(જુઓ
પાનું
10)
આ
સિમ્બા
નામનો
સિંહ
અન્ય
સિંહ
સાથે
ઇન્ફાઇટમાં
ન
ઉતરે
અને
સુરક્ષિત
રીતે
પાછો
પોતાનાં
લોકેશન
પર
પહોંચે
તે
માટે
વનકર્મીઓએ
જીવનાં
જોખમ
વચ્ચે
કામગીરી
કરી
હતી.
સિમ્બા
સિંહને
ફરી
નિર્ધારિત
લોકેશન
પર
લાવવા
માટે
વનકર્મીઓએ
બાઇકો
દોડાવીને
તેને
પાછો
વાળવામાં
સફળતા
પણ
મળી
હતી.
વનવિભાગના
કર્મચારીઓની
આ
જોખમી
કામગીરીનો
વીડિયો
હવે
સોશિયલ
મીડિયામાં
વાયરલ
થતાં
વન્યજીવ
સંરક્ષણ
માટે
મેદાનમાં
કામ
કરતા
ટ્રેકરોની
કામગીરી
ચર્ચાનો
વિષય
બની
છે.
આ
સમગ્ર
ઘટનાએ
આંબરડી
સફારી
પાર્કમાં
વસતા
સિંહોની
દેખરેખ
અને
આ
સિંહ
વચ્ચે
સંઘર્ષ
ન
થાય
તે
માટે
વનવિભાગના
કર્મચારીઓએ
કેટલી
સતર્કતા
રાખવી
પડે
છે
તેની
ઝલક
રજૂ
કરી
છે.