વડોદરા એરપોર્ટને પણ ફોરેન ઈમિગ્રેશનની મંજૂરી અપાઈ : રાજપત્રમાં સત્તાવાર જાહેરાત
રાજકોટ,
તા.13 : હવાઈ મુસાફરીના ક્ષેત્રમાં ગુજરાત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો
છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે રાજકોટ અને વડોદરા એરપોર્ટને ફોરેન ઇમિગ્રેશનની મંજૂરી
આપી દીધી છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા રાજપત્રમાં સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર
કરાયું છે. આ મંજૂરી મળતા હવે બન્ને એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો
માર્ગ મોકળો બન્યો છે.
કેન્દ્ર
સરકારના આ નિર્ણયથી રાજકોટ અને વડોદરાથી વિદેશ માટે સીધી ફ્લાઇટ્સ શરૂ થવાની શકયતાઓ
વધી છે. અત્યાર સુધી વિદેશ પ્રવાસ માટે અન્ય શહેરોના એરપોર્ટ પર જવાની જરૂરિયાત અનુભવતા
મુસાફરોને હવે પોતાના શહેરમાંથી જ આંતરરાષ્ટ્રીય મુસાફરીની સુવિધા મળવાની આશા જાગી
છે.
ખાસ
કરીને રાજકોટ અને વડોદરા સહિત આસપાસના વિસ્તારોના પ્રવાસીઓને આ નિર્ણયથી મોટો ફાયદો
થઈ શકે છે. જોકે, કયા દેશો માટે ફલાઇટ શરૂ થશે અને ક્યારે શરૂ થશે તે અંગે હજુ સત્તાવાર
વિગતો સામે આવી નથી.