• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

ગુજરાત એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો

હવે કર્મચારીઓને 60%  ડીએ મળશે, સાથે એરિયર્સની ચુકવણીનો પણ લાભ

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.15 ઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે. આ વધારા બાદ કર્મચારીઓને હવે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે.

 આ ઉપરાંત, વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સ એટલે કે બાકી તફાવતની રકમની પણ ચુકવણી કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી મોંઘવારીના સમયમાં એસ.ટી. કર્મચારીઓને આર્થિક રાહત મળશે. મોંઘવારી ભથ્થામાં વધારો થતાં કર્મચારીઓની માસિક આવકમાં વધારો થઈ શકે છે. એરિયર્સની ચુકવણીથી પણ કર્મચારીઓને વધારાનો નાણાકીય લાભ મળશે.

 આ પહેલાં જૂન 2026માં એસ.ટી. નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તેના કારણે ઉઅનો દર 55 ટકાથી વધીને 58 ટકા થયો હતો. હવે વધુ 2 ટકાનો વધારો મંજૂર થતાં મોંઘવારી ભથ્થું 60 ટકા થયું છે. ડીએની રકમ કર્મચારીના મૂળ પગારના આધારે ગણવામાં આવે છે. તેથી દરેક કર્મચારીને મળતી વધારાની રકમ તેના મૂળ પગાર અને લાગુ પડતા નિયમો અનુસાર અલગ હોઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક