સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મહાઆંદોલન-સત્યાગ્રહનું કરાયું હતું આયોજન
સુરત,
તા.15ઃ સુરતમાં એમ્બ્રોઇડરી કારખાનાઓમાં સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગણીઓને લઈને
આજે શ્રમિકો દ્વારા મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલન
શરૂ થાય તે પહેલાં જ પાંડેસરા પોલીસે મજૂર યુનિયનના બે અગ્રણી નેતા સુરેશ સોનવણે અને
મલખાનાસિંહ સહિત 6થી વધુ કામદાર નેતાઓની અટકાયત કરી
લીધી
હતી.
કેટલાક
શ્રમિકો કલેક્ટર કચેરી બહાર ભેગા થયા હતા. પરંતુ વિરોધની પોલીસે મંજૂરી આપી ન હોવાથી
શ્રમિકોને ડિટેઈન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ સમયે કેટલાક શ્રમિકો પોલીસથી
બચવા માટે ભાગી ગયા હતા. કેટલાક શ્રમિકોને પોલીસે દોડાવી-દોડાવીને ડિટેઈન કર્યાં હતા.
10થી વધુ પોલીસની બસ-વાનમાં કુલ 70 જેટલા શ્રમિકને ડિટેઈન કરી લઇ જવાયા હતા. પોલીસ
બસમાંથી જ કામદારોના એક આગેવાને વીડિયો બનાવી આક્ષેપ કર્યો હતો કે, સુરતમાં અઘોષિત
કટોકટીની સ્થિતિ બનાવાઈ છે. એમ્બ્રોડરીના કામદારોને પોલીસ પકડી પકડીને બસમાં ભરી રહી
છે એ અમાનવીય છે.
પોલીસ
મજૂરોની અટકાયત કરતી હતી તે સમયે એક ટીમે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કલેક્ટર
કચેરી પર કામદાર સત્યાગ્રહ મામલે વિરોધ નોંધાવવા પહોંચેલા કામદાર નેતા સહિતના કામદારોની
પોલીસે અટકાયત કરી છે.