ચોમાસું આટોપાતા સપ્તાહ વહેલા શરૂ કરવા નિર્ણય
જૂનાગઢ, તા.8 : સાસણગીર સહિતના ગુજરાતના તમામ અભયારણ્ય આવતીકાલથી
પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવાનો વન વિભાગે એક પરિપત્ર જાહેર કરી નિર્ણય કર્યો છે. સામાન્ય
રીતે 16 ઓક્ટોબરે અભયારણ્ય ખુલ્લા મુકવામાં આવે છે પરંતુ આ વર્ષે ચોમાસું વહેલુ આટોપાતા
એક અઠવાડિયું વહેલા અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાશે.
છેલ્લા કેટલાક દિવસોથી સાસણગીર
સહિતના અભયારણ્યમાં સિંહ દર્શન મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. રાજ્યના વન કેબિનેટ મંત્રી
અને રાજ્ય મંત્રી દ્વારા વિરોધાભાસી નિવેદન આપવામાં આવ્યા હતા. અંતે વન વિભાગ દ્વારા
આ અંગે સત્તાવાર નિર્ણય લઈ આવતીકાલ 9 ઓક્ટોબરથી સાસણ ગીર સહિત રાજ્યના તમામ અભયારણ્ય
પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવાની જાહેરાત કરી છે.
આ અંગે જુનાગઢ વન્ય પ્રાણી વર્તુળ
સર્કલના સીસીએફ રામ રતન નાલાએ જણાવ્યું કે આવતીકાલ તારીખ 9 થી સાસણ ગીર સહિતના અભયારણ્ય
ખુલશે. પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગ એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
જંગલ સફારી રૂટના તમામ રસ્તાઓનું સમારકામ સહિતની
કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.