સેન્સેક્સમાં 1045 અને નિફ્ટીમાં 371 પોઇન્ટનું ગાબડું : રોકાણકારોના 8 લાખ કરોડ ડૂબ્યા
નવી
દિલ્હી, તા. 8 : ગુરુવારના કારોબારી સત્ર દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે તબાહી જોવા
મળી હતી અને બન્ને મુખ્ય સૂચકાંક લાલ નિશાનમાં બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની
કિંમતમાં ઉછાળો, એફઆઇઆઇની વેચવાલી અને આરબીઆઈ-અમેરિકી ફેડના સખત મૌદ્રિક સંકેતોથી બજારમાં
દબાણ જોવા મળ્યું હતું. જેનાં પરિણામે સેન્સેક્સ 1045.46 (1.43 ટકા)ના ઘટાડા સાથે
71,593.24એ બંધ થયું હતું અને નિફ્ટી 371.25 અંક તૂટીને 22,231.80ના સ્તરે આવી હતી.
કારોબારના
અંતિમ કલાકોમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં વેચવાલીનું દબાણ સૌથી વધારે રહ્યું હતું.
જેનાથી રોકાણકારોને ઝટકો મળ્યો હતો. નિફ્ટી મિડકેપમાં 1502.15 અંકનો
કડાકો
આવ્યો હતો અને નિફ્ટી બેન્કમાં 540.50 અંકનો ઘટાડો નોંધાયો હતો. બજારમાં આવેલા દબાણથી
બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓની કુલ બજાર મૂડી પણ ઘટી હતી અને દિવસ દરમિયાન રોકાણકારોના
8 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હતા.
શેરબજારમાં
કડાકાના મુખ્ય ચાર કારણો રહ્યાં હતાં. જેમાં ક્રૂડની કિંમતમાં ઉછાળો, એફઆઇઆઇની તાબડતોડ
વેચવાલી, આરબીઆઈ દ્વારા રેપોરેટમાં વધારો અને આકરું વલણ તેમજ નબળાં વૈશ્વિક સંકેતની
સાથે અમેરિકી ફેડ દ્વારા મોટા નિર્ણયોની આશંકા સામેલ છે.