• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

GST ચોરીમાં ધરપકડ નહીં થાય, વેપારી હિતમાં ઐતિહાસિક ફેંસલો

નાણામંત્રી સીતારમણના વડપણમાં કાઉન્સીલની બેઠકમાં નિર્ણય : ધરપકડની અધિકારીઓની સત્તા ખતમ : સામાન્ય દંડ ઘટાડીને 10 હજાર : રીફંડ 15 નહીં 10 દિવસમાં

 

નવી દિલ્હી, તા. 8 : દેશના સૌથી મોટા આર્થિક સુધારા તરીકે લેખાવાયેલા જીએસટીના અમલના નવ વર્ષ બાદ ગુરૂવારે એક મોટો અને ઐતિહાસિક ફેંસલો લેવાયો હતો. હવેથી જીએસટીમાં કરચોરીના કોઈ પણ મામલામાં ધરપકડ નહીં કરી શકાય. આ નિર્ણય કરદાતા વેપારીઓને મોટી રાહત આપનારો બનશે.

દેશના નાણામંત્રી નિર્મલા સિતારમના અધ્યક્ષસ્થાને આજે ભારત મંડપમમાં મળેલી જીએસટી કાઉન્સીલની 57મી બેઠકમાં અધિકારીઓની ધરપકડ કરવાની શક્તિ ખતમ કરી દેવાઈ હતી.

 સાથોસાથ જીએસટી ચોરીના મામલામાં કાનૂની કાર્યવાહી, કેસ ચલાવવાની સીમા પણ એક કરોડ રૂપીયામાંથી વધારીને પાંચ કરોડ રૂપિયા કરી દેવાઈ હતી.

જીએસટી કાઉન્સીલે સામાન્ય દંડ 25 હજાર રૂપિયામાંથી ઘટાડીને 10 હજાર રૂપિયા કરવાનો પણ ફેંસલો લીધો હતો.  એ સિવાય રિફંડના દાવા સ્વીકારવાની સમય સીમા 15 દિવસમાંથી ઘટાડીને કાઉન્સીલે 10 દિવસ કરી નાખી હતી.

આ સમયગાળા દરમ્યાન કોઈ મંજુરી કે ખામી અંગે જાણકારી નહીં અપાયતો દાવાને મંજુર થયેલા માની લેવાશે તેવોમહત્વપૂર્ણ ફેંસલો જીએસટી પરિષદે કર્યો હતો.

નવાં રિફંડ હેઠળ રિવોલ્યૂએશન એટલે કે, જોખમના મુલ્યાંકન બાદ 80 ટકા પાત્ર રિફંડના દાવાઓને ઓટોમેટિક (આપોઆપ) મંજુર કરી દેવાશે અને સાતથ દિવસના સ્થાને ત્રણ કામના દિવસોમાં જારી પણ કરી દેવશે.

કાંઉન્સીલની  57મી બેઠકમાં એવો નિર્ણય પણ કરાયો હતો કે 10 હજાર રૂપિયાથી ઓછી કરચોરી પણ વેપારીને નોટીસ પણ નહીં આપી શકાય.

 ઓનલાઈન સામાન વેંચતા નાના વેપારી, દુકાનદારો માટે પણ નિયમો વધુ સરળ કરી દેવાયા છે.

 પાંચ કરોડ રૂપિયાથી ઓછી વેરાચોરીના મામલામાં કોઈ અપરાધી કેસ નહીં કરતાં માત્ર દંડ ભરવાનો રહેશે.

હવે કોઈ પણ મામલામાં દંડ જેલ અથવા કોઈ પણ પ્રકારની સજા નક્કી કરવાનો સંપુર્ણ અધિકાર અદાલતોના વિવેક પર છોડી દદેવાયો છે.

નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, હવે જીએસટીના દરો સ્થિર જ રહેશે અને બદલાવ વર્ષમાં એકવાર જ કરાશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક