હરિકેશ પટેલ પર અઝજએ ગાળિયો કસ્યો : આરોપી સામે ઇડી દ્વારા ચર્ચિત ‘પાવરબેંક એપ મની લોન્ડારિંગ કેસ’માં તપાસ ચાલી રહી છે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 16: પોતાનો મૂળ પાસપોર્ટ તપાસ એજન્સી પાસે જમા હોવાની બાબત છુપાવીને, ખોટા સરનામા
અને દસ્તાવેજોના આધારે ઉત્તર પ્રદેશમાંથી બીજો નવો પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનારા
શખસ સામે ગુજરાત એટીએસ દ્વારા કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ
આરોપી હરિકેશ પટેલ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર છે.
નોંધનીય
છે કે હરીકેશ પ્રણવકુમાર પટેલ સામે ઇડી દ્વારા ચર્ચિત ‘પાવરબેંક એપ મની લોન્ડારિંગ
કેસ’માં તપાસ ચાલી રહી છે. આ કેસની કાયદાકીય કાર્યવાહી દરમિયાન હરીકેશનો મૂળ ભારતીય
પાસપોર્ટ તપાસ અધિકારી અને કોર્ટ સમક્ષ જમા કરાવી દેવામાં આવ્યો હતો. આ કેસમાં તેની
આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
જો
કે તેણે ધરપકડથી બચવા અને વિદેશ જવાની લાલચે પહેલા તેણે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં એવી
ખોટી ફરિયાદ નોંધાવી કે તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે. આ સાથે તેણે દિલ્હી અને ઉત્તર
પ્રદેશના આગ્રા ખાતે ખોટા રેન્ટલ એગ્રીમેન્ટ્સ તૈયાર કરાવી ત્યાંના રહેઠાણના બોગસ સરનામા
ઊભા કર્યા હતા.
પરંતુ
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ આગ્રાના બોગસ સરનામાનો ઉપયોગ કરીને ઓળખકાર્ડ સહિતના
દસ્તાવેજો મેળવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે તેણે ગાઝિયાબાદ સ્થિત રિજનલ પાસપોર્ટ
ઓફિસમાં અરજી કરી હતી અને 26 જુલાઇ 2024 ના રોજ નવો પાસપોર્ટ મેળવી લીધો હતો. આ પ્રક્રિયા
દરમિયાન તેણે કોર્ટમાં પોતાનો પાસપોર્ટ જમા હોવાની બાબત છુપાવી રાખી હતી.
જ્યારે
ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે હરીકેશે આ બીજા બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરીને
ભારત અને વિદેશ વચ્ચે મુસાફરી શરૂ કરી હતી. એરપોર્ટ પર ઇમિગ્રેશન ચાકિંગથી બચવા માટે
તેણે ખાસ રૂટ પસંદ કર્યો હતો. તે ભારતથી ભૂતાન ગયો અને ત્યાંથી આગળ વધીને બેંગકોક,
સિંગાપોર અને દુબઈ સુધી પહોંચ્યો હતો. વિદેશ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તે નેપાળના રસ્તે
પાછો ભારતમાં પ્રવેશ્યો હતો.
આ બાબતે
એટીએસની ટીમે સમગ્ર માહિતીની ખરાઈ કરી હતી.