ગિર સોમનાથ જિલ્લાના
પ્રભારી તરીકે અમરેલીના શરદ લાખાણીને સોંપાઈ
જવાબદારી
અમદાવાદ,
તા.16 : ગુજરાત ભાજપે જિલ્લા સંગઠનમાં મહત્વની નિમણૂકો જાહેર કરી છે. પ્રદેશ અધ્યક્ષ
જગદીશ વિશ્વકર્માએ રાજ્યના છ જિલ્લા એકમો માટે નવા ભાજપ પ્રભારીની જાહેરાત કરી છે.
આણંદ, નર્મદા, દાહોદ, ગીર સોમનાથ, મહીસાગર અને ડાંગ જિલ્લામાં પક્ષની સંગઠનાત્મક કામગીરીની
દેખરેખ હવે નવા પ્રભારીઓ સંભાળશે. તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવી
છે.
ભાજપ
દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ આણંદ જિલ્લા ભાજપ પ્રભારી તરીકે વડોદરા શહેરના રાજેન્દ્રભાઈ
ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રભારી તરીકે છોટા ઉદેપુરના
ડૉ. મુકેશભાઈ રાઠવાને જવાબદારી સોંપવામાં આવી છે. દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી તરીકે
બનાસકાંઠાના શશિકાંતભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લા
ભાજપ પ્રભારી તરીકે અમરેલીના શરદભાઈ લાખાણીને જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત મહીસાગર
જિલ્લા ભાજપ પ્રભારી તરીકે કર્ણાવતીના વિશાલભાઈ ભરવાડની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે
ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી તરીકે વલસાડના શિલ્પેશભાઈ દેસાઈને નવી જવાબદારી સોંપવામાં
આવી છે.