• મંગળવાર, 17 માર્ચ, 2026

ગુજરાતમાં પેટાચૂંટણીનું રણાશિંગું ફૂંકાયું ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન

4 મેના રોજ પરિણામ : ધારાસભ્ય ગાવિંદભાઈ પરમારના અવસાનથી ઉમરેઠ વિધાનસભા બેઠક ખાલી પડી

અમારા પ્રતિનિધિ તરફથી, અમદાવાદ,તા.15 :  દેશભરમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ચૂંટણી પંચે 4 મોટા રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે જ ગુજરાત માટે પણ એક મોટી જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ઉમરેઠ બેઠકના ધારાસભ્ય ગાવિંદભાઈ પરમારના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક પર નવા ધારાસભ્યને ચૂંટવા માટે પેટાચૂંટણીનું રણાશિંગુ ફૂંકાઈ ગયું છે. ઉમરેઠમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે. ખાસ વાત એ છે કે આ પેટાચૂંટણીની મતગણતરી પણ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સાથે જ એટલે કે 4 મેના રોજ કરવામાં આવશે.

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે 30 માર્ચના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેની સાથે જ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. 6 એપ્રિલના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ચૂંટણી લડવા માંગતા તમામ ઉમેદવારોએ આ તારીખ સુધીમાં પોતાનું ઉમેદવારી પત્ર (ફોર્મ) ભરીને જમા કરાવી દેવાનું રહેશે. 7 એપ્રિલે ફોર્મની ચકાસણી કરાશે. ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મમાં કોઈ ભૂલ તો નથી ને, તેની ચૂંટણી અધિકારીઓ દ્વારા ઝીણવટભરી ચકાસણી (ક્રૂટિની) કરવામાં આવશે. 9 એપ્રિલ ફોર્મ પાછું ખેંચવાનો દિવસ રહેશે. જો કોઈ ઉમેદવાર ફોર્મ ભર્યા પછી ચૂંટણી લડવા ન માંગતો હોય અને પોતાનું નામ પાછું ખેંચવા માંગતો હોય, તો તેના માટે આ અંતિમ તારીખ છે. આ દિવસ પછી ફાઈનલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

 23 એપ્રિલ મતદાનનો દિવસ રહેશે. આ દિવસે  ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારો પોતાના નવા જનપ્રતિનિધિને ચૂંટવા માટે વાટિંગ કરશે. જ્યારે 4 મે ના રોજ પરિણામ જાહેર થશે. મતગણતરી (જુઓ પાનું 10)

હાથ ધરવામાં આવશે અને ઉમરેઠ બેઠકના નવા ધારાસભ્યના નામની સત્તાવાર જાહેરાત થશે.

       ઉમરેઠની બેઠક આમ તો ભાજપ હસ્તક રહી છે પરંતુ વિપક્ષ કોંગ્રેસ પણ આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવા તત્પર બન્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક