• શનિવાર, 19 જુલાઈ, 2025

ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.82 લાખથી વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરાયાં

-નિવાસી કલેકટરો, અધિક કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિભાગીય કામગીરીનો રિવ્યુ લેવાયો

 

અમદાવાદ, તા.16 : ગુજરાતમાં જૂની શરત જાહેર કરવાપાત્ર સર્વે નંબરોને જૂની શરતમાં ફેરવવાની કામગીરીની  ઝુંબેશના ભાગરૂપે અત્યાર સુધી 2.82 લાખથી વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરાયાં અને સતત રીવ્યુ કરીને આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ પણ કરી દેવામાં આવશે. મહેસુલ વિભાગ દ્વારા વહીવટ અને પ્રક્રિયાઓના સરળીકરણના ભાગરુપે નિવાસી કલેકટરો અને અધિક કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ (વી.સી.)ના માધ્યમથી વિભાગીય અગત્યની કામગીરીનો રિવ્યુ લેવામાં આવ્યો હતો.

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સમાં રાજયના જિલ્લાઓ ખાતેના અનધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનો વી.સી.માં રીવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં (1) દૂર કરવામાં આવેલા અને રી-લોકેટ કરવામાં આવેલા ધાર્મિક બાંધકામોની કામગીરીની સમીક્ષા કરીને બાકીના અનધિકૃત ધાર્મિક બાંધકામો નિયત પ્રક્રિયા અનુસરીને દૂર કરવા તથા (2) રી-લોકેટ કરવાની કામગીરી ઝડપથી પૂરી કરવા ગૃહ સચિવ નિપુર્ણા તોરવણે દ્વારા કલેકટરોને સુચના આપવામાં આવી હતી. જે બાબતે જિલ્લા તંત્ર દ્વારા જરુરી સહયોગ ગૃહ વિભાગને મળી રહે તે માટે ડો. રવિ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, અન્ય મહેસૂલી ભવનોના બાંધકામ ટાઇપ ડીઝાઇન મુજબ જ થાય તેમજ જમીન ફાળવણીની કામગીરી પણ માપણીની કામગીરી સમયસર પૂર્ણ કરીને ઝડપથી કરવામાં આવે તે માટે માર્ગ અને મકાન વિભાગના પરામર્શમાં જરૂરી સૂચનાઓ કલેકટરોને આપવામાં આવી હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક