ધો.1થી 12માં ખાલી જગ્યાઓ પર
મેરિટથી પારદર્શક ભરતી પ્રક્રિયા ચાલુ : ડૉ.િડંડોર
અમદાવાદ, તા.17: રાજ્યમાં ર4,700
શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગામી એક મહિનામાં પૂર્ણ કરી નિમણૂક પત્રો આપી દેવાશે તેવો
દાવો શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે કર્યો છે. તમામ ભરતી મેરિટ આધારીત, પારદર્શક હશે
તેમ પણ જણાવ્યું છે. ધો.1થી 1રમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ઉપર આ ભરતી કરવામાં આવશે.
લાંબા સમયથી ભરતી અને ભરતી પ્રક્રિયા
પૂર્ણ થયા બાદ નિમણૂક પત્રો અપાય તેની રાહ જોતા શિક્ષક ઉમેદવારોને આ જાહેરાતથી રાહત
થઈ છે. શિક્ષણ મંત્રી ડૉ.ડિંડોરે ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા
કહ્યું હતું કે, સરકાર શિક્ષકોની ભરતી કરી રહી નથી તેમ કહે છે તેવું કેટલાક લોકો સસ્તી
લોકપ્રિયતા માટે કહેતા હોય છે. વાસ્તવમાં તબક્કાવાર અને ખૂબ ઝડપથી શિક્ષકોની ભરતી પારદર્શક
રીતે પોર્ટલ દ્વારા કરવામાં આવી રહી છે. ધો.11 અને 1રના શિક્ષકો માટેની મેરિટ યાદી
તૈયાર થઈ ગઈ છે. ધો.6 થી 8માં ટેટ-ટુના ઉમેદવારો માટે પણ શરૂઆત કરી દેવામાં આવી છે.
એચમેટમાં નિમણૂંક પત્રો આપવાની પણ શરૂઆત કરી દેવાઈ છે. આચાર્યોને નિમણૂક પત્ર આપવાની
કામગીરી ચાલી રહી છે. અન્ય માધ્યમની 1852 ખાલી જગ્યાને પણ આ ભરતીમાં સમાવી લેવામાં
આવશે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ ભરતી કરી દેવાશે. ભરતી પ્રક્રિયામાં
થોડો વિલંબ થઈ રહ્યો હોવાનું પણ સ્વીકારતા તેમણે એક મહિનામાં નિમણૂક પત્રો આપી દેવામાં
આવશે તેમ પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ગત જુલાઈ માસમાં ડિસેમ્બર-ર0ર4
સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે તેવો નિર્ણય લઈને ર4,700 શિક્ષકોની ખાલી જગ્યા
કાયમી ભરાશે તેમ જાહેર કર્યું હતું ત્યારે આગામી માસમાં વિધાનસભાનું બજેટ સત્ર શરૂ
થાય તે પૂર્વે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની હવે જાહેરાત કરાઈ છે.