ચક્ષુદાન
રાજકોટ:
રાજલભાઈ ભગીરથભાઈ મહેતાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે, જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગદાન,
ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ-886મું ચક્ષુદાન થયું છે.
રાજકોટ:
ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ શ્રીમતી નીમા અશ્વિનભાઇ વ્યાસ (ઉ.47) તે અશ્વિનભાઇ ભૂપેન્દ્રભાઇ
વ્યાસના પત્ની, ભૂપેન્દ્રભાઇ વ્યાસ (રેલવે)ના પુત્રવધૂ, ખુશી, સાક્ષીના માતા, દેવેન્દ્રભાઇ
પ્રતાપભાઇ ભટ્ટના પુત્રી, હિરેનભાઇ ભટ્ટના બહેન, હર્ષા ડોલરરાય પંડયાના ભાભીનું તા.31ના
અવસાન થયું છે. તેમનું બેસણું તા.3 ના સાંજે 4 થી 6 ગાંધીગ્રામ-8 અ, જુની ગ્રાંધીગ્રામ
પોલીસ ચોકી પાછળ, સેલ પેટ્રોલ પમ્પની પાછળ, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
દ.સો. વણિક સ્વ. વ્રજલાલ પાનાચંદ શેઠ (ભાડેર વાળા)નાં પુત્ર પ્રકાશભાઇ (ઉ.65) તે કિરણબેનના પતિ, માધવ (વરૂણ)નાં પિતા, ભરતભાઇ શેઠ (શેઠ કમિટી
રાજકોટના અગ્રણી), શ્રીમતી કુસુમબેન મહેશભાઇ જનાણી (રાજકોટ), ઇલાબેન દેવેન્દ્રભાઇ માલવિયા
(ભાવનગર), શ્રીમતી પારૂલબેન દિપકભાઇ પારેખ (અમદાવાદ), શ્રીમતી જાગૃતિબેન પિયુષભાઇ લોટિયા
(રાજકોટ)ના ભાઇ, ચંદુલાલ પોપટલાલ માધાણી (બગસરા)ના જમાઇનું તા.31ના અવસાન થયું છે.
પ્રાર્થના સભા તા.3ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને ઓસ્કાર સ્કાય પાર્ક, શિતલ પાર્ક
પાસે, અયોધ્યા રેસીડેન્સી નજીક, 150 ફુટ રીંગ રોડ રાજકોટ (કલબ હાઉસ) ખાતે છે. લૌક્કિ
ક્રિયા બંધ છે.
રાજકોટ:
કુંવરબેન નારણભાઇ ડાભી (ઉ.89) નું તા.1 ના અવસાન થયું છે. બેસણું યાત્રા તા.3 ના બપોરે
4 થી 6 બી-18, ગોલ રેસીડેન્સી, નાના મૌવા મેઇન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
તરૂબેન હાથી તે સ્વ. કનકરાય (કનુભાઇ) છોટાલાલ હાથી (નિવૃત્ત એસબીએસ)ના પત્ની, જીજ્ઞેશ (મારવાડી યુનિવર્સિટી),
સ્મિતા શિરીષ ધોળકિયા, અલ્પા દિગીશ વૈષ્ણવના માતા, વિશારદના દાદી, નિનાદ, રિધમના નાનીનું
તા.31 ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.3 ના સાંજે 5 થી 6 નાગર બોર્ડીગ, વિરાણી
હાઇસ્કૂલ સામે રાજકોટ છે.
રાજકોટ:
મૂળ મોરબીના વીરપરડા ગામ હાલ રાજકોટ નરહરિદાસ હરજીવનદાસ નિમાવત (ઉ.66) તે મનુમહારાજના
નાના ભાઇ, ધર્મેશના કાકા, વિનાયક નિમાવત, દેવિકા નિમાવતના પિતાનું તા.30ના અવસાન થયું
છે. બેસણું તા.3ના સાંજે 4 થી 6 ગોપાલ મંદિર, ગોપાલનગર મેઇન રોડ, ઢેબર રોડ, રાજકોટ
છે.
બગસરા:
બ્રહ્મક્ષત્રિય સ્વ. ભીખાલાલ ત્રિભોવનદાસ પડિયાના પુત્ર મધુકાંતભાઇ (ઉ.63) તે જયદિપભાઇ,
વિરલભાઇના પિતા, સંજયભાઇ, હરેશભાઇ, સ્વ. કમલેશભાઇ તથા હિતેશભાઇ, તેજુબેન અશોકકુમાર
બોસમિયાના મોટાભાઇ, સ્વ. હિમતભાઇ, સ્વ. મુકુન્દભાઇના ભત્રીજાનું તા.1ના અવસાન થયું
છે. ઉઠમણું તા.3 ના સવારે 10 કલાકે જુની ખત્રી વાડી ખાતે છે. બેસણું તા.3 ના 4 થી 6 બ્રહ્મક્ષત્રિય વાડી, તિરૂપતિનગર, સ્ટેશન રોડ,
બગસરા છે.
રાજકોટ:
પ્રેમીલાબેન છેલશંકર મહેતા તે સ્વ. બાલાશંકર મહેતાના પુત્રવધુ, છેલશંકર બાલાશંકર મહેતા
(રેલવે વાળા)ના પત્ની, હરીશભાઇ, સ્વ. મીરાબેન, પૂનમબેન, હર્ષાબેન, શીતલબેનના માતા, સિદ્ધાર્થભાઇના દાદી, નટુભાઇ (રેલવે વાળા), પ્રવિણભાઇ
(રેલવે વાળા), મધુભાઇ (રેલવે વાળા), શૈલેષભાઇ (રેલવે વાળા) તથા મનોજભાઇ (કમાભાઇ)ના
મોટા ભાભીનું તા.31ના અવસાન થયું છે. બેસણું
તા.3 નાં સાંજે 4 થી 6 અમૃત રેસીડેન્સી-3, સોસાયટી હોલ, હેડ ગેવર ટાઉન શિપની બાજુમાં
રેલનગર, રાજકોટ છે.
મોરબી:
રાજેન્દ્ર રતનશીભાઇ સોમાણીનું તા.1 ના અવસાન થયું છે. પ્રાર્થના સભા/બેસણું તા.2 ના
સાંજે 4 થી 5 સુધી દેશળદેવ હોલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, પુલ ઉપર મોરબી છે.
રાજકોટ:
માંડવીયા કિરીટભાઇ છોટાલાલભાઇ (સણોસરા વાળા) તે સ્વ. છોટુભાઇ મોહનભાઇના મોટા પુત્ર,
રમણીકભાઇ તથા રસીકભાઇ તથા પ્રફૂલભાઇના મોટા
બાપુના દીકરા, આટકોટવાળા પરસોતમભાઇ ટપુભાઇ
સુરાણીના ભાણેજનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.3 ના 4 થી 6 બેડીપરા,
શંકરના મંદિરે છે.
રાજકોટ:
મૂળ ગામ ઘોઘાવદર નિવાસી વિનોદભાઈના પત્ની મંજુલાબેન (ઉ.53) તે ધવલભાઈ, સાગરભાઈના માતા,
જયંતિભાઈ માવજીભાઈ રંગાણીના બહેન, અભિષેકભાઈ જયંતિભાઈ રંગાણીના ફૈબાનું તા.30 ના અવસાન
થયુ છે.
રાજકોટ:
વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ.અરૂણકુમાર નીમચંદ દોશીના પત્ની મીનાબેન (ઉ.વ.69) તે
સાગરભાઈ, જુલીબેન તથા દિવુબેનના માતાનું તા.1 ના અવસાન થયુ છે. પ્રાર્થના સભા તા.3
સવારે 10 થી 1ર તેમના નિવાસ સ્થાને, ર-બીએચકે કોમ્યુનીટી હોલ, પામ યુનિવર્સિટી, રૈયા
ગામ, યુનિવર્સિટી રોડ,
રાજકોટ
છે.
અજાબ:
આજક ગિરિનારાયણ બ્રાહ્મણ અમીતાબેન ગોપાલભાઈ પંડયા (ઉ.60) તે સ્વ.ગોપાલભાઈ રમણીકલાલ
પંડયા મુળ કારેજ હાલ અજાબના પત્ની તથા આશીષભાઈ, જતીનભાઈના માતા, વાસુદેવભાઈ (કારેજ)
ના ભાભીનું તા.31 ના અવસાન થયુ છે. બેસણુ તા.પ નાં બપોરે 3 થી 6 અજાબ મુકામે છે.