• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

રાજકોટના લોહીમાં વહે છે વેપાર-ધંધો, રોજગારી ઊંચી !

પીરિયોડિક લેબર ફોર્સ સરવે 2025ના અહેવાલમાં તારણ રાજકોટના 50 ટકા કરતા વધારે લોકો સ્વરોજગાર કે ધંધો ચલાવે છે

હૃષિકેશ વ્યાસ

અમદાવાદ, તા.1 રાજકોટ લઘુ-મધ્યમ ઉદ્યોગોનું હબ એમ નથી કહેવાતું, શહેરની ખાસિયત છેકે તેના લોહીમાં વેપાર-ધંધા છે. બાબતની સાબિતી પણ મળી છે. ભારત દેશમાં રાજકોટ શહેરના 50 ટકા કરતા વધારે લોકો સ્વરોજગાર કે ધંધો ચલાવે છે. આંક દેશભરમાં સૌથી વધારે છે. બીજી તરફ રોજગાર આપવામાં રાજકોટ પાછળ છે અને સુરત નંબર વનની પોઝીશન પર છે.

પીરિયોડિક લેબર ફોર્સ સરવે 2025નો અહેવાલ તાજેતરમાં જાહેર થયો છે એમાં ગુજરાતે બાજી મારી છે. દેશના મુખ્ય 46 શહેરની સરખામણીએ ગુજરાતના ચાર મહાનગરો રોજગાર સુરક્ષા અને ઉદ્યોગ સાહસિકતામાં દેશ માટે રોલ મોડલ સાબિત થયા છે.

સુરત 66.7 ટકા સાથે સૌથી વધુ રોજગારીની તકો આપતું શહેર બન્યું છે. રાજકોટમાં દેશના સૌથી વધુ 50.4 ટકા લોકો પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. નાના શહેરોની સરખામણીએ મહાનગરો રોજગારનું અસલી કેન્દ્ર છે તે સ્પષ્ટ થયું છે. મહિલાઓ નિયમિત નોકરી મેળવવામાં પુરુષો કરતાં મોખરે છે.

ગુજરાતમાં નિયમિત પગારદાર નોકરીઓનું 58.57નું પ્રમાણ છે. શહેરોમાં શ્રમિકો અઠવાડિયામાં સરેરાશ 49.5 કલાકનો આકરો પરિશ્રમ કરે છે અને માસિક સરેરાશ આવક પણ વધુ છે.

10 લાખથી વધુ વસ્તી ધરાવતા 46 શહેરોના ડેટા વિશ્લેષણ પરથી સ્પષ્ટ થયું છે કે, જોબ માર્કેટ હવે મેટ્રો શહેરો તરફ વળ્યું છે. સર્વેક્ષણમાં ગુજરાતના સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરાએ સાબિત કર્યું છે કે કેમ અહીં દેશમાં સૌથી ઓછી બેરોજગારી છે. મોટા શહેરોમાં લોકો ખૂબ લાંબો સમય કામ કરે છે, પરંતુ સ્ત્રી અને પુરુષોના કામના કલાકોમાં મોટો તફાવત છે. મહાનગરોમાં પુરુષો અઠવાડિયામાં સરેરાશ 51.6 કલાક કામ કરે છે. તેની સામે મહિલાઓ અઠવાડિયામાં સરેરાશ 44.5 કલાક સત્તાવાર આર્થિક પ્રવૃત્તિઓમાં વિતાવે છે.

10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 50.4 ટકા નિયમિત કર્મચારીઓ એવા છે જેમને કોઈ પેઇડ લીવ મળતી નથી એટલે કે જો તેઓ બીમાર પડે કે રજા લે, તો તેમનો પગાર કપાઈ જાય છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા 19.7 ટકા જેટલી છે જ્યારે, 15થી 59 વર્ષની કાર્યકારી વસ્તી 68.5 ટકા જેટલી છે અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોની સંખ્યા 11.8 ટકા છે.

સુરતમાં 57.7 ટકા વસ્તી મેન્યુફેક્ચારિંગ અને કન્સ્ટ્રક્શન જેવા સેકન્ડરી સેક્ટરમાં કામ કરે છે. હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગની પકડ પણ મજબૂત છે જ્યારે સર્વિસ સેક્ટરમાં 37.87 લોકો છે જ્યારે, રાજ્યના આર્થિક પાર્ટનગર  અમદાવાદમાં સર્વિસ અને મેન્યુફેક્ચારિંગ સેક્ટરનું બેલેન્સ છે. ગુજરાતના સૌથી મોટા આર્થિક કેન્દ્રમાં 57.67 લોકો ઈંઝ, બેન્કિંગ, રિટેલ જેવા સર્વિસ સેક્ટરમાં છે અને 38.17 લોકો મેન્યુફેક્ચારિંગ સેક્ટર સાથે જોડાયેલા છે. વડોદરામાં 63.97 લોકો સર્વિસ સેક્ટરમાં કાર્યરત છે, જ્યારે 34.67 લોકો મેન્યુફેક્ચારિંગ અને ફાર્મા-કેમિકલ ઉદ્યોગો સાથે જોડાયેલા છેરાજકોટમાં 53.07 લોકો સર્વિસ સેક્ટરમાં અને 43.37 લોકો ખાસ કરીને નાના પાયાના એન્જિનિયારિંગ ઉદ્યોગો જેવા મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રમાંથી રોજીરોટી મેળવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક