દેશના પૂર્વ, મધ્ય અને પશ્ચિમી વિસ્તારમાં પૂરનાં જોખમનું નવું એલર્ટ : લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ
કાઠમાંડુ,
તા. 1 : નેપાળ અને ચીનમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. નવા આંકડા અનુસાર
આફતમાં મરનારા લોકોની સંખ્યા 1000ને પાર પહોંચી છે. નેપાળમાં પૂરથી 987 અને ચીનમાં
16 લોકોએ જીવ ગુમાવ્યો છે. હજી પણ હજારો લોકો લાપતા છે. જેઓને શોધવા માટે યુદ્ધનાં
ધોરણે રેસ્ક્યૂ કામગીરી થઈ રહી છે. નેપાળના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તરફથી જાણકારી
આપવામાં આવી હતી કે 1 સપ્ટેમ્બરના 3916 લોકો લાપતા છે. જેમાં 583 વિદેશી નાગરીક સામેલ છે. આ પૂરમાં
અત્યારસુધીમા 11,814 લોકોને બચાવવામાં આવ્યા છે.
નેપાળના
ડિઝાસ્ટર મેનેજમેન્ટ(એનડીઆરઆરએમએ)એ દેશના પૂર્વી, મધ્ય અને પશ્ચિમી હિસ્સામાં પૂરનાં
જોખમનું નવું એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે નદીઓ અને નાની નદી નાળાના કિનારે રહેતા
લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવધાની રાખવાની અપીલ કરી હતી.
ચોમાસા
દરમિયાન નેપાળમાં ભારે વરસાદ સામાન્ય બાબત છે. જો કે ઘણા જિલ્લામાં એકસાથે જળસ્તર વધવાની
સંભાવના વ્યક્ત થાય તો સ્થિતિ ગંભીર બને છે. આ એલર્ટનો હેતુ સમય રહેતા લોકોને ચેતવણી
આપીને જાનમાલનાં નુકસાનને ઓછું કરવાનો છે.