રાજકોટ:
મુળ સુરેન્દ્રનગર હાલ રાજકોટ નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ કીર્તીભાઈ પંડયા (ઉં.67) તે
સ્વ.આદિત્યરામ જે. પંડયા (જયહરિ) ના પુત્ર, સ્વ.પ્રાણલાલભાઈના ભત્રીજા, ગીરીશભાઈ, જગદીશભાઈ,
નિરૂબેન જે. જોષી, હંસાબેન એ. ભટ્ટ, કલ્પનાબેન એચ. ત્રિવેદીના ભાઈનું તા.ર9 ના અવસાન
થયું છે. ઉઠમણુ તા.1 ના સાંજે 6 વાગ્યે, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, રાધાપાર્ક સોસાયટી,
ગોકુલ-મથુરા ફ્લેટ્સ પાછળ, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સારસ્વત બ્રાહ્મણ સ્વ.મૂળશંકર ત્રિભોવન રત્નેશ્વરના પુત્ર જયપ્રકાશભાઈ (ઉ.68) તે જાનવીબેન
દીપકકુમાર જીંદાણી, દિપાલીબેન હિરેનભાઈ જોશી, નમ્રતાબેન જયપ્રકાશભાઈ રત્નેશ્વરના પિતા,
સુરેશભાઈ મૂળશંકર રત્નેશ્વર, કુસુમબેન પ્રફુલકુમાર ધતુરીયા, રેખાબેન શાંતિલાલ જોશીના
ભાઈ, ચારુબેન જે. જોષી (થાનાઈ જામ ખંભાળિયા) ના જમાઈનું તા.ર9 ના અવસાન થયુ છે. ઉઠમણુ
તા.1 ના પ થી 6 પંચનાથ મહાદેવ મંદિર ખાતે છે.
રાજકોટ:
મૂળ વાસાવડ નિવાસી હાલ રાજકોટ સ્વ.નાગજીભાઈ ગણાત્રાના પુત્ર પ્રભુદાસભાઈ (ઉં.81) તે
રંજનબેનના પતિ, હરેશભાઈ, કેતનભાઈ, કુસુમબેન, દિપ્તીબેન, સ્વ.શોભનાબેનના પિતા, સ્વ.ભરતભાઈ,
પ્રવિણભાઈ, હસમુખરાય, સ્વ.ત્રિવેણીબેન, સ્વ.રસિલાબેન, હંસાબેન, ગીતાબેન, સ્વ.કિરણબેનના
ભાઈ, આર્યન, રેયાંશના દાદા, સ્વ.વિઠ્ઠલભાઈ મુળજીભાઈ સોમૈયા, જીથુડીવાળાના જમાઈનું તા.ર9
ના અવસાન થયુ છે. બેસણુ, પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.1 નાં સાંજે પ થી 6.30
આર્યનગર કોમ્યુનીટી હોલ, આર્યનગર-9, પેડક રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.શ્રી મધુસુદન અનંતરાય ભંડારીના પુત્રવધૂ વર્ષાગૌરી
ભંડારી તે નરેશભાઈ મધુસુદન ભંડારીના પત્ની, રુદ્રના માતા, નિરંજનાબેન ભાવેશકુમાર વ્યાસ
(મુંજકા), મુકેશભાઈના નાનાભાઈના પત્ની, હેમાંશુ, દેવાંશના કાકીનું તા.30 અવસાન થયું
છે. ઉઠમણુ તા.1 નાં 4 થી 6 ‘કૈલાશ’, 1-ભારતીનગર, ઉદય હોલ પાછળ, ગાંધીગ્રામ રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.જગદીશભાઈ હરગોવિંદભાઈ સંઘાણીના પત્ની, કુસુમબેન (ઉં.83) તે વિજયભાઈ (અશોક), લલીતભાઈ,
દિવ્યેશભાઈ (લાલુ)ના માતા, પૂજાબેન, કલ્પનાબેન, મોનાબેનના સાસુ, જીનેશ, સોમ્યા, અર્ચિતા,
પ્રણાલીના દાદીનું અવસાન થયુ છે. ઉઠમણુ, પ્રાર્થનાસભા તા.1-6 ના ઉઠમણું સવારે 10:30
અને પ્રાર્થનાસભા 11 વાગે નેમીનાથ વીતરાગ જૈન ઉપાશ્રય, વિતરાગ સોસાયટી છે. મો.નં.
9374229745, 9347114554.
ધ્રાંગધ્રા:
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉમિયા સંસ્થાન, ઉંઝાના ટ્રસ્ટી અને અનેક
સંસ્થાઓ સાથે સંકળાયેલા ખેતશીભાઈ ખુશાલદાસ પટેલનું તા.ર9 ના અવસાન થયું છે. તેમની અંતિમયાત્રા
શનિવારે તેમના નિવાસ સ્થાન હળવદ ખાતેથી નિકળી હતી. જેમાં પટેલ સમાજના અગ્રણીઓ, રાજકીય
અગ્રણીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો, સગા સંબંધીઓ, મિત્રો, મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.
સદ્ગતની ઈચ્છા મુજબ બેસણુ રાખેલ નથી.
બોટાદ:
ઔ.સ.ઝા.સાડા ચારસો હર્ષદભાઈ દવે (ઉ.7પ) તે હંસાબેનના પતિ, સ્વ.નાનાલાલ જાદવજી દવેના
પુત્ર, સ્વ.બટુકભાઈ, નરેશભાઈ (રેલવે બોટાદ), સ્વ.નિમુબેન છગનલાલ ભટ્ટ, ગિતાબેન કાંતિલાલ
ત્રિવેદીના ભાઈ, સ્વ.પ્રભાશંકર રેવાશંકર અધ્યારૂ અમરેલીવાળા (હાલ ભાવનગર) ના જમાઈ,
સ્વ.કુંદનબેન, ગં.સ્વ. અરુણાબેન, શરદભાઈ પ્રભાશંકર અધ્યારુ, સ્વ.રમેશભાઈ પ્રભાશંકર
અધ્યારુ, હિતેષભાઈ નવનીતરાય અધ્યારુના બનેવી, નિરજભાઈ નરેશભાઈ દવે (તંત્રી- બોટાદ સમાચાર),
નીલમબેન નીરજભાઈ દવે (બોટાદ)ના મોટા સસરા, જાનકીના દાદાનું તા.ર9 ના અવસાન થયુ છે.
સંયુક્ત સાદડી તા.1 ના સાંજે 4 થી 6 સિદ્ધપુર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય
રામાવાડીની બાજુમાં સિંધુનગર, ભાવનગર છે.
બોટાદ:
સહત્ર સાડા ચારસો બ્રાહ્મણ સ્વ.ગિરીશકુમાર છગનલાલ આચાર્ય (રાજુલા) ના પત્ની, કોકિલાબેન
તે સ્વ.ઝરણા જોયકુમારના માતા, સ્વ.મણિલાલ જાદવજી દવેના દીકરી, સ્વ.દિનકરભાઈ, બુદ્ધદેવભાઈ,
સ્વ.જયપ્રકાશ (બકુલભાઈ) (ભાવનગર)ના નાના બહેન, આશાબેન અનંતરાય શુકલ (વલ્લભીપુર), ઉષાબેન
પ્રવીણકુમાર મહેતા (અમદાવાદ) ના બહેનનું તા.ર8 ના અવસાન થયું છે. બેસણુ તા.1 નાં 4
થી 6 શ્રી સિદ્ધપુર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય, રામાવાડીની બાજુમાં,
સિંધુનગર ભાવનગર છે.
મોરબી:
મુળ મોરબી હાલ ગાંધીનગર ચંદનબેન ભોજાણી (ઉં.89) તે સ્વ.મનહરલાલ ફુલચંદભાઈ ભોજાણીનાં
પત્ની, સ્વ.કમલેશભાઈ, કીર્તિભાઈનાં માતા, હીનાબેન, પલ્લવીબેનનાં સાસુ, હર્ષ, અંકિતનાં
દાદીનું તા.ર7 નાં અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.1 ના સાંજે પ થી 6 લોહાણા વિદ્યાર્થી
ભવન, વસંત પ્લોટ, મોરબી, પિયર પક્ષની સાદડી સાથે છે.