• ગુરુવાર, 28 મે, 2026

avshan nodh

ડો.િક્રષ્નાબેન હરિયાણીના માતુશ્રીનું અવસાન, કાલે બેસણું

બગસરા: બગસરા નિવાસી સ્વ.ડો.શશીકાંતભાઈ હરિયાણીના પત્ની જશવંતીબેન (ઉં.86) તે જાગૃતિબેન ગોંડલિયા (રાજકોટ), ચૌલાબેન ગોંડલિયા (મેંદરડા), સીમાબેન માંકડ (રાજકોટ) અને ડો.િક્રષ્નાબેન હરિયાણીના માતુશ્રીનું તા.25ના રોજ અવસાન થયું છે. બેસણું તા.28ને ગુરુવારે સાંજે 4 થી 6, બ્રહ્મ સમાજની વાડી, બગસરા ખાતે રાખેલ છે.

 

 

દેહદાન

રાજકોટ: શિવલાલભાઈ રાણાભાઈ ગજેરાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહદાન થયું છે. શિવલાલભાઈ પોતે પાંચ (5) વર્ષ પહેલા જનકલ્યાણ ટ્રસ્ટમાં ચક્ષુદાન, દેહદાન જાગૃતિ માટે સંકલ્પ પત્ર ભરેલ હતો. અભિયાનમાં કુલ 863 ચક્ષુદાન તથા 70મું દેહદાન થયું છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય સ્વ.હરિશ્ચંદ્રભાઈ આણંદજી મણિઆરના પત્ની કલાવતીબેન (ઉં.7ર) તે નરેશભાઈ, સોનલબેન ઠાઠાગર, જશુબેન શનિશ્ચરા, વિદુલાબેન જગડ, બાલીબેન છાંટબાર અને કુ. અરૂણાબેનના માતા, બગસરાવાળા વિઠ્ઠલદાસ રણછોડદાસ બોસમિયાના દિકરીનું તા.ર4 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર8 નાં સવારે 10 કલાકે શીતળા માતાનું મંદિર, પટેલવાડીની સામે, રાજકોટ છે.

ગિર સોમનાથ: ઘનશ્યામસિંહ મેરૂભા જાડેજા (ઉં.પ7) (નાગડાવાસ-પ્રભાસપાટણ) તે લખુભાઈ મેરૂભા જાડેજા (સોમનાથ ટ્રસ્ટ) ના નાનાભાઈ, હિતેન્દ્રસિંહ, બીરેન્દ્રસિંહના મોટાભાઈનું તા.ર6 ના અવસાન થયું છે.

રાજકોટ: કાળુભાઈ બાલુભાઈ ચાવડા (ઉં.80) તે કિશોરભાઈ, દિનેશભાઈ, હરેશભાઈના મોટાભાઈ તથા શૈલેષભાઈ, સંજયભાઈ, જયભાઈ, હિનાબેનના પિતાનું તા.રપ ના અવસાન થયુ છે. બેસણુ તા.ર8 નાં સાંજે પ થી 7 જીવંતિકાનગર ર/3 નો ખુણો મેલડી મા ના મંદિર પાસે, રાજકોટ છે.

જૂનાગઢ: ઔદિચ્ય સહત્ર ચિભડીયા બ્રહ્મ સમાજના દક્ષાબેન ભટ્ટ (ઉ.71) તે કિશોરભાઈ હરગોવિંદભાઈ ભટ્ટ (પૂર્વ સી.ઈ.ઓ.ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી.) ના પત્નિ, વિરલભાઈ (એચ.ડી.એફ.સી. બેંક), પ્રિયંકાબેન પ્રકાશકુમાર ત્રિવેદી (રાજકોટ) ના માતા, જનકભાઈ, વિજયાબેન એ. જોષી (કેશોદ), શકુંતલાબેન જે. ઠાકર (અમરેલી)ના ભાભી, આશાબેન ભટ્ટના બહેન, જલ્પાબેન વિરલભાઈ ભટ્ટના સાસુ, કૈરવી, યુગના દાદીમા, જીયાના નાનીનું તા.રપ ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર8 ના સાંજે 4.30 થી 6.30 ભુતનાથ મહાદેવ મંદિર, સત્સંગ હોલ, કોલેજ રોડ, જૂનાગઢ છે.

બગસરા: મોટા મૂંજીયાસર ગામના નિવાસી રતિભાઈ પરષોત્તમભાઈ પાનસુરીયા (ઉં.પ3) નું અવસાન થયું છે.

જામનગર: ઔદિચ્ય ગઢીયા બ્રહ્મ સમાજના રમેશચંદ્ર પ્રભાશંકર ભટ્ટના પત્ની રંજનબેન ભટ્ટ (ઉ.81) તે નયનભાઈ, બ્રિજેશભાઈ, આરતીબેનના માતા, મયુરભાઈ પંડયા (બગસરા), મનિષાબેન, રચનાબેનના સાસુ, પ્રિન્સ, ગોપાલ, દક્ષના દાદી, નિયતી, હર્ષના નાનીનું તા.ર6 ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર8 ના સાંજે પ.30 ભાઈઓ, બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર છે.

રાજકોટ: મુળ ગામ દેરાળા, હાલ રાજકોટ સ્વ.ખેલશંકર જેશંકર મહેતાના પુત્રવધુ ગીરીશભાઈના નાના ભાઈના વહુ, મહેશભાઈ મહેતાના પત્ની, નયનાબેન (ઉ.7ર) તે કીરીટભાઈ, શૈલેષભાઈ, અશ્વીનભાઈના ભાભીનું તા.ર3 ના સાંજે પ થી 6, રામેશ્વર મહાદેવ મંદિર, પુનીત સોસાયટી, કોઠારીયા રોડ, સુતા હનુમાન મંદિર આગળ, રાજકોટ છે.

ગોંડલ: ગોમટા ગોંડલ નિવાસી હાલ અમદાવાદ નિવાસી વસંતભાઈ (અરવિંદભાઈ) અરજણભાઈ બડોદરીયા (ઉ.68) તે અશોકભાઈ, દિનેશભાઈ, પુષ્પાબેન બાબુભાઈ પરવાડીયાનાં ભાઈ, રઘુભાઈ, કિર્તીબેન વિવેકકુમાર વાઘાણી (જૂનાગઢ) નાં પિતા, દુર્લભજીભાઈ કાલરીયા (મોવિયા)નાં જમાઈનું તા.ર4 નાં અમદાવાદ મુકામે અવસાન થયુ છે. બેસણુ તા.ર8 નાં સવારે નવ થી બાર કડવા પટેલ સમાજ ગોમટા છે.

રાજકોટ: ભાવનગર નિવાસી ઉર્વી વિમલકુમાર જગડ (ઉં.36) તે જગદીશભાઈ નારણદાસ વીંછીની પુત્રી, નિષ્ઠા અતુલભાઈ છાંટબાર, માધવી હિતેશભાઈ મામતોરા, પૂર્વી જતીનભાઈ જાજલ(બહેન), મહેશ જગદીશભાઈ વીંછીના નાના બહેનનું તા.રપ ના અવસાન થયુ છે. પિયર પક્ષની સાદડી તા.ર9 નાં પ થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, 4-જીવનનગર, કનૈયા ચોક, રૈયા રોડ, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક