• શુક્રવાર, 22 મે, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: ચીમનલાલ જેઠાલાલ કતીરાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 860 મું ચક્ષુદાન

થયેલું છે.

પોરબંદર: વૃંદાબેન  વિશાલકુમાર નિર્મળ (ઉ.35) તે જૂનાગઢ નિવાસી વિશાલકુમાર ધીરજલાલ નિર્મળના પત્ની, કિરીટભાઇ રતિલાલ પોપટ (રતિલાલ જાદવજી પોપટવાળા)ના પુત્રી, શશીભાઇ તથા રાજુભાઇના ભત્રીજી, હિતભાઇ પોપટ (ગીરીરાજ મોબાઇલ) તથા હિતાંશીબેન પૂર્વકુમાર ભાયાણી (જામખંભાળિયા)ના મોટા બહેનનું તા.20ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.23ને શનિવારે 4-15 થી 4-45 દરમિયાન પોરબંદરની લોહાણા મહાજન વાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.

જામનગર: સુંદરજી કાંતિલાલ રાચ્છ (એડવોકેટ) (મુળ જોડીયા) હાલ જામનગર (ઉ.80) તે સ્વ. ભારતીબેન (એડવોકેટ)ના પતિ, વિરલ (એડવોકેટ), પ્રેમલ (એડવોકેટ)ના પિતા, ફાલ્ગુનીબેન તથા નિકિતાબેનના સસરા, રીવા, પ્રિષા તથા નીવના દાદા તથા સ્વ. વજુભાઇ જોબનપુત્રા (જૂનાગઢ)ના જમાઇનું તા.20ને બુધવારે અવસાન થયું છે. પ્રાર્થના સભા તથા સસરા પક્ષની સાદડી તા.22ને શુક્રવારે સાંજે 5 થી 6  બેન્કવેટ હોલ, ઓશવાળ સેન્ટર, જામનગર ખાતે છે.

અમદાવાદ: વાલમ જ્ઞાતિ મૂળ ગોંડલ, હાલ અમદાવાદ નિવાસી ભાવનાબેન મહેન્દ્રકુમાર જોશી તે દર્શનભાઇ તથા વિરલબેન અધ્વર્યુના માતા, રૂપલબેનના સાસુ, નરેન્દ્રભાઇ તથા તુષારભાઇના કાકી, દેવવ્રત, હર્ષ, નેહા, ઓમ, પ્રિયાંશી, પ્રિતાંશી તથા દેવાંશના દાદીનું  અવસાન થયું છે. બેસણું: તા.23ના સાંજે 5 થી 7 તેમના નિવાસસ્થાન એ-ટુ-103, પુષ્કર રેસીડન્સી, સતાધાર ટેનામેન્ટ પાસે, અન્નપૂર્ણા હોટલ પાછળ, જશોદાનગર, અમદાવાદ ખાતે છે.

માંગરોળ:સારસ્વત બ્રાહ્મણ હર્ષદરાય જોશી (ઉ.75) તે સ્વ. લાભશંકર રેવાશંકર જોશી (ગુરૂજી)ના પુત્ર, મિત, ખ્યાતિ, ચાર્મીના પિતા, સ્વ. મુકુંદરાય, સ્વ. ભાસ્કરભાઇ તથા ઉદઘોષક રમેશભાઇ જોશીના ભાઇનું તા.21ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણું તા.22ને શુક્રવારે, સાંજે 5  વાગ્યે, હાટકેશ મંદિર લાલજી મંદિર ચોક, માંગરોળના નિવાસસ્થાને છે.

રાજકોટ: ચંદ્રકાંત માખેચા તે સ્વ. છગનલાલ લાલજી માખેચાના પુત્ર, સ્વ. હરસુખલાલના નાનાભાઇ તથા રાજેન્દ્રભાઇના મોટા ભાઇ તેમજ વિમલભાઇ, ક્રિષ્નાબેન વિઠલકુમાર થોભાણી અને પ્રીતિબેન બીપીનભાઇ પારેખના પિતાજી અને દિયાંશ તથા યેશાબેનના દાદા અને કોમલબેનના સસરાનું તા.21ના અવસાન  થયું છે. બેસણું: શુક્રવારે સાંજે 5-30 થી 6-30 તેમના નિવાસસ્થાને 150 ફુટ રીંગ રોડ, આશીર્વાદ હાઇટ્સ નક્ષત્ર બિલ્ડિંગની બાજુમાં, રાજકોટ ખાતે છે.

રાજકોટ: કમળાબેન ગોહેલ તે દિનેશભાઇ ખીમજીભાઇ ગોહેલના પત્ની તથા વિશાલભાઇ, મનિષાબેન કમલેશકુમાર રાઠોડ (જામનગર), નયનાબેન દિલીપકુમાર પરમાર (ધુંવાવ)ના માતા તથા  ક્રિશ અને શ્યામના દાદી, ભરતભાઇ તથા મુકેશભાઇના કાકી, સંદીપભાઇ અન ઁવિપુલભાઇના ભાભુ તેમજ જામનગર નિવાસી બચુભાઇ ચીનાભાઇ મકવાણાના દીકરી, પરસોતમભાઇ અશોકભાઇના બહેનનું અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.22ને શુક્રવારે સાંજે 5 થી 6 રામનાથપરા, દરજી જ્ઞાતિની વાડી, રાજકોટ

ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક