“યુદ્ધ પૂર્ણ થયું, હવે પેટ્રોલ ડીઝલના ભાવ પૂર્વવત્ થશે’’ તેવી આશા અત્યારે તો ફળી નથી, મોંઘા ઈંધણથી દેશ દોડી રહ્યો છે તે સમયે ઈથેનોલ- ઈ20 પેટ્રોલમાં ભેળવવાથી નુકસાન થશે તેવો મુદ્દો પણ ચગ્યો હતો, સરકારે જો કે આ અંગે સ્પષ્ટતા તો કરી દીધી છે. ક્રુડ ઓઈલ માટે અન્ય દેશો ઉપરનું અવલંબન ઘટાડવા આ પગલું લેવાય છે તેવું પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે. જો આ કામ પહેલાં થઈ ગયું હોત તો આટલી ગેરસમજ ફેલાત નહીં, કારણસહ વિવાદ ઓછા નથી, આ અકારણ વિવાદ થાત નહીં.
જો
કે દેશની જનતામાં આ ગેરસમજ ફેલાવવવામાં સોશિયલ મીડિયાએ ભાગ ભજવ્યો છે, વાયરલ વીડિયોમાં
તો એવો દાવો પણ કરાયો હતો કે પેટ્રોલની સાથે સીધો શેરડીનો રસ ભેળવવામાં આવી રહ્યો છે
પરિણામે ટાંકીમાં કિડી થાય છે. પેટ્રોલિયમ મંત્રાલય કહે છે. આધુનિક રાસાયણિક પ્રક્રિયા
દ્વારા ઈથેનોલને શુદ્ધ કરવામાં આવે છે, સરકારની સાથે અગ્ર પંક્તિની ઓટોમોબાઈલ કંપનીઓએ
પણ સૂર પુરાવતાં કહ્યું છે કે પ્રમાણસર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ કરવાથી એન્જિનમાં
નુકસાન થતું નથી. માઈલેજનો ફેરફાર નગણ્ય છે. જો કે તેના ઉપયોગથી વિદેશી હુંડિયામણની
કરોડો રૂપિયાની બચત થઈ રહી છે.
ઈથેનોલ
મિશ્રિત ઇંધણને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારે ઉચ્ચ મિશ્રણવાળા પેટ્રોલ પરની એક્સાઇઝ
ડયુટી શૂન્ય કરી દીધી છે. સરકારી આંકડા એવું કહે છે કે 2014-15થી અત્યાર સુધીમાં પેટ્રોલમાં
ઈથેનોલના બ્લેન્ડિગ (મિશ્રણ)ને લીધે રૂ. 1.90 લાખ કરોડથી વધુનું વિદેશી હુંડિયામણ બચ્યું
છે. શેરડી, મકાઈ, ચોખામાંથી ઈથેનોલ બનતું હોવાથી રૂ. 1.6 લાખ કરોડ ખેડુતોને અત્યાર
સુધીમાં મળ્યા છે. અલબત્ત એક મુદ્દો છે કે જો બચત થઈ છે તો પેટ્રોલના ભાવ કેમ ઘટયા
નથી?
વાહનના
માઈલેજ- એવરેજ ઘટવાનો જન સામાન્યનો ભય ખોટો નથી પરંતુ જાણકારો કહે છે કે ઈથેનોલનો રિસર્ચ
ઓક્ટેન નંબર- આરઓએન 108 આસપાસ છે, સામાન્ય પેટ્રોલમાં તે પ્રમાણ 84.4 છે આનાથી વાહનનું
એન્જિન સ્મૂધ ચાલે છે, કદાચ પડતો હોય તો પણ સામાન્ય ફેર હશે. 30 ટકા સુધી માઈલેજ ઘટી
જવાની શક્યતા નથી. સરકારે સામાન્યજનને જ ઈથેનોલ વાળા પેટ્રોલના અનુભવ પૂછી તેમના અભિપ્રાયો
જાહેર કરાવવા જોઈએ.
અન્ય
એક ફાયદો સરકાર ગણાવે છે તે પર્યાવરણીય છે. ઈથેનોલ મિશ્રિત પેટ્રોલવાળા વાહનમાંથી કાર્બન
ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. બ્રાઝિલમાં તો પેટ્રોલમાં 2% ટકાથી 35 ટકા સુધી ઈથેનોલનું
મિશ્રણ થાય છે. અમેરિકામાં ઈ15 એટલે કે 15 ટકા ઈથેનોલ મિશ્રણવાળું ઈધણ ઉપયોગમાં લેવાય
છે. જો દુનિયા આ તરફ આગળ વધતી હોય તો હવે ઓટોમોબાઈલ કંપનીઓ પણ આ પ્રકારના જ એન્જિન
બનાવશે તેવું સંભવ છે. કેન્દ્ર સરકારનું પેટ્રોલિયમ મંત્રાલય જ્યારે આ વાત કરતું હોય
તો તેને પાયા વગરની માની લેવી પણ યોગ્ય નથી, છતાં સંશય રહેતો હોય તો ચકાસણી કરવાનો
લોકોને તો હક છે, સોશિયલ મીડિયા ઉપર વહેતી માહિતીનો વિશ્વાસ કરીને આવા નિર્ણય ન લેવાય,
વિજ્ઞાની તથ્યો ઉપર આધાર રાખવો જોઈએ.