• સોમવાર, 06 મે, 2024

મલેશિયાની નૌસેનાનાં બે હેલિકોપ્ટર આકાશમાં ટકરાયા : 10નાં મૃત્યુ

-એક પરેડની તૈયારી માટેનાં અભ્યાસ દરમિયાન બનેલી ભયાનક દુર્ઘટના

ક્વાલાલમ્પુર, તા.23: મલેશિયાની નૌસેનાનાં બે હેલિકોપ્ટરનો આજે સવારે અભ્યાસ દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો હતો અને આ દુર્ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. મલેશિયાની રોયલ નેવી એક સમારોહની તૈયારી કરતી હતી અને તેનાં માટે બે હેલિકોપ્ટર પરેડનો અભ્યાસ કરતાં હતાં ત્યારે આકાશમાં ટકરાઈ ગયા હતાં. જેમાં ચાલકદળનાં 10 સદસ્યોનાં મૃત્યુ નીપજ્યા હતાં.

મલેશિયાની નૌસેનાએ જણાવ્યા અનુસાર આ દુર્ઘટના આજે સવારે 9.32 કલાકે પશ્ચિમી રાજ્ય પરાકનાં લુમુટ નૌસેના મથક ઉપર બની હતી. આ સમગ્ર અકસ્માતનો વિડીયો પણ બહાર આવ્યો છે. જેમાં જોવા મળે છે કે, બન્ને હેલિકોપ્ટર હવામાં ઉડી રહ્યા હતાં ત્યારે એક હેલિકોપ્ટરનો આગળનો હિસ્સો બીજા હેલિકોપ્ટરની પાછળ રોટરમાં ભટકાઈ ગયો હતો. જેને પગલે બન્ને હેલિકોપ્ટર સ્ટેડિયમનાં મેદાનમાં જમીન ઉપર તૂટી પડયા હતાં. વિડીયોમાં બન્ને હેલિકોપ્ટર આકાશમાંથી જમીનદોસ્ત થતાં અને લોકો અફરાતફરીમાં નાસભાગ કરતાં જોવા મળે છે. આ દુર્ઘટનામાં બન્ને હેલિકોપ્ટરનાં ચાલકદળનાં 10 સદસ્યોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નુપૂર શર્માની હત્યાનું કાવતરું રચનાર કટ્ટરપંથી મૌલવીની સુરતમાં ધરપકડ May 06, Mon, 2024