• રવિવાર, 19 મે, 2024

ભારતની  ચૂંટણીમાં દખલની પાકિસ્તાનની ઓકાત નથી : રાજનાથ

રક્ષા મંત્રીએ કહ્યું, કોંગ્રેસ પાકિસ્તાન સાથેના સંબંધો અંગે સ્પષ્ટીકરણ આપે

નવી દિલ્હી, તા. 5 : રક્ષા મંત્રી રાજનાથ  સિંહ પાકિસ્તાન સાથે કોંગ્રેસના સંબંધો ઉપર આરોપ મુકતા શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાજનાથસિંહને  પુર્વ પાકિસ્તાની મંત્રીના નિવેદનને લઈને સવાલ કરવામાં આવ્યો હતો કે શું પાકિસ્તાન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી રહ્યું છે? તેનો જવાબ આપતા રાજનાથસિંહે આકરા શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાનની એટલી ઓકાત નથી કે ભારતની ચૂંટણીમાં દખલ કરી શકે. આ સાથે તેઓએ કોંગ્રેસ પાર્ટી ઉપર આગ સાથે રમત કરવાનો પણ આરોપ મુક્યો હતો.

રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાનના પુર્વ મંત્રી ફવાદ ચૌધરી હુસેન દ્વારા રાહુલ ગાંધીની પ્રશંસા ચિંતાનો વિષય છે અને કોંગ્રેસે પોતાના નેતા પ્રત્યે ભારતને અસ્થિર કરવાનો સતત પ્રયાસ કરી રહેલા દેશ તરફથી બતાવવામાં આવતા અગાઢ પ્રેમ અંગે સ્પષ્ટતા આપવી જોઈએ.રાજનાથ સિંહે ન્યુઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાન સાથે કોંગ્રેસના સંબંધો અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતને અસ્થિર કરવાના પ્રયાસો કરતા દેશ તરફથી બતાવવામાં આવેલા અગાઢ પ્રેમ પાછળ કોઈ કારણ તો હશે જ. આ ચિંતાનો વિષય છે અને ભારત આ પ્રેમ પાછળનું કારણ જાણવા માગે છે. કોંગ્રેસે પાકિસ્તાન સાથેના પોતાના સંબંધ અંગે સ્પષ્ટંતા કરવી જોઈએ.

પાકિસ્તાની પુર્વ મંત્રીએ રાહુલ ગાંધીની પાર્ટીના એક વચનની પ્રશંસા કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોંગ્રેસ ફરીથી સત્તામાં આવશે તો સંપત્તિનુંપુન:વિતરણ કરવા સર્વેક્ષણ કરવામાં આવશે. રાજનાથે કહ્યું હતું કે કોંગ્રેસ જે રીતે સંપત્તિનું પુન: વિતરણ કરવા માગે છે તેનાથી દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે. મોંઘવારી બેકાબુ બની જશે. વેનેઝુએલા જેવી પરિસ્થિતિ બની શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક