• રવિવાર, 19 મે, 2024

પ્રેમલગ્નના ડખ્ખામાં યુવાનના પિતાનું અપહરણ પુત્રવધૂના પરિવાર સામે ગુનો નોંધાયો

જૂનાગઢ, તા.પ : વંથલી તાબેના ધંધુસરધાર વિસ્તારમાં રહેતાં સોનાબેન ઉર્ફે સતીબેન ભૂપત કડછા નામની મહિલાના પુત્ર રવિએ તળાજાના પાદરી ગામની ભાવિશા મયુર ભમર નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોય આ બાબત ભાવિશાના પરિવારને મંજૂર નહોતી.

દરમિયાન ગત તા.રના રામ ભમર અને લાખા ભમર ધંધુસર ગામે પહોંચ્યા હતા અને સોનાબેન સાથે વાતચીત કરી પ્રેમલગ્ન મંજૂર ન હોય અને ભાવિશા તથા રવિને બોલાવી આપવા કહ્યંy હતું. નહીંતર પરિવારને ઉપાડી જવાની ધમકી આપી હતી. બાદમાં ભાવિશાના પિતા સહિતના શખસો બોલેરો લઈને ધસી આવ્યા હતા અને ભૂપત કડછા રિક્ષામાં દૂધ ભરીને ધંધુસર ઓવરબ્રીજ નીચેથી પસાર થતા હતા ત્યારે આંતર્યા હતા અને બોલેરોમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

આ અંગે પોલીસે સોનાબેન કડછાની ફરિયાદ પરથી રામ ભમર, લાખા ભમર અને ત્રણ અજાણ્યા શખસો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

ચેક રિટર્ન કેસમાં સજા: વિસાવદરના કાલસારીના ગિરીશ દુર્લભજીભાઈ અમીપરાએ રૂ.પ લાખ તથા તેના પિતા દુર્લભજી શામજી અમીપરાએ રૂ.14 લાખની રકમ ગામમાં રહેતા રમણીકભાઈ પાસેથી ઉછીના લીધા હતા અને પિતા-પુત્રએ સામે ચેક આપ્યા હતા. બાદમાં ચેકરિટર્ન થતાં રમણીકભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

દરમિયાન આ અંગેનો કેસ ચાલી જતા કોર્ટે પિતા-પુત્રને તકસીરવાન ઠરાવી બે વર્ષની સજા અને રૂ.પર લાખની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક