અન્ય
રાજ્યોમાં લાગુ પાકવીમા યોજના ગુજરાતમાં અમલી કેમ નહી ? : લલીત કગથરા અને લલીત વસોયાની
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
કોંગ્રેસ
ખેડૂતોના પ્રશ્ને આક્રમક : 22મીએ મોરબી શનાળાથી રાજપર રોડ સુધી કિશાન આક્રોશ સભાનું આયોજન
રાજકોટ
તા.19 : રાજ્યમાં ખેડૂતોની કથળતી પરિસ્થિતિ, વીજસંકટ અને વળતર મુદ્દે સરકાર સામે રણશીંગુ
ફૂંકવા માટે આગામી તા.22ના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી શનાળાથી રાજપર
રોડ સુધી કિશાન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે રાજકોટમાં
પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા અને લલીત વસોયાએ સંયુક્ત રીતે એક પત્રકાર પરિષદને સંબોધી
હતી.
પૂર્વ
ધારાસભ્ય લલીત કગથરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણાસમયથી વીજપોલ બાબતે
આંદોલન ચાલે છે. પ્રાઈવેટ કંપનીઓ માટે પોલીસ અને તંત્રનો ઉપયોગ કરીને સરકાર ખેડૂતોની
જમીનોમાં દાદાગીરીથી વીજપોલ નાખે છે જેના કારણે તેમની જમીન બિનઉપયોગી બની રહી છે. ખેડૂતોના
ભોગે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવું તદ્દન અયોગ્ય છે. ખેડૂતોના મતોથી બનેલી સરકાર હવે
તેમના ઉપર જ અન્યાય કરવા જઈ રહી છે.
આ
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, સરકારે 18529 કરોડનો ખર્ચ કરીને સૌની યોજના બનાવી છે
છતાં આ યોજનાનું પાણી શિયાળુ પીત માટે ખેડૂતોને કેમ અપાતું નથી ? તેવો મારો સરકારને
સવાલ છે. મોરબીમાં ગાળાથી વઘાસિયા સુધી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે નિર્માણ થઈ રહ્યું
છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ શુભેચ્છક, કાર્યકરનું કારખાનું આવતું હોવાથી અનેક
વખત એલાયમેન્ટ બદલવામાં આવ્યું છે.
પૂર્વ
ધારાસભ્ય લલીત વસોયાએ જણાવ્યું હતું કે, ખેતરોમાંથી પસાર થતી વીજલાઈન અને વીજપોલ સામે
ખેડૂતોના આંદોલનને કોંગ્રેસ સંપૂર્ણ ટેકો જાહેર કરે છે, ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યોમાં
પાકવીમા યોજના ચાલુ છે ત્યારે ગુજરાતમાં જૂની પાકવીમા યોજના લાગૂ કરવાની માંગ આ મહાસભામાં
બુલંદ કરવામાં આવશે. મહાસભામાં કોંગ્રેસના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.