• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ટાઇગર પર ગોળીબાર; ચારની ધરપકડ

ત્રણ રાજસ્થાન અને એક ગુજરાત બોર્ડરથી પકડાયા ! : સુરત સ્ટેશનના સીસીટીવીમાં ઝળક્યાં

મુંબઇ, તા. 19 : મુંબઈના જુહૂ વિસ્તારમાં બોલીવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. હુમલાના ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ શરૂ કરીને પોલીસે માત્ર 16 કલાકના ગાળામાં 4 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઘટના બાદ તરત જ એક્શનમાં આવેલી પોલીસ ટીમોએ અલગ-અલગ રાજ્યોમાં તપાસ તેજ કરી હતી, જેમાં રાજસ્થાનના કોટા ખાતેથી રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 શંકાસ્પદ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જો કે, કોટા શહેર પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે આ ધરપકડની પુષ્ટિ કરી નથી. આ સિવાય એક અન્ય આરોપીને મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો છે. આમ, 16 કલાકની અંદર કુલ 4 શંકાસ્પદો પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. સુરત રેલ્વે સ્ટેશને બે આરોપી દોડીને ટ્રેન બાજુ ભાગતા હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું.

ત્રણેય આરોપીઓ મુંબઈથી ટ્રેન પકડીને ભાગ્યા હતા. પૂણે-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે કોટા રેલવે કોલોનીમાંથી તેમને દબોચી લેવાયા હતા. આ પકડાયેલા શખ્સો પૈકી બે હરિયાણાના અને એક બિહારનો રહેવાસી છે.

ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન બે અજાણ્યા હુમલાખોરોએ અચાનક પાંચ રાઉન્ડ અંધાધૂંધ ફાયારિંગ કરી દીધું હતું. આ હુમલામાં ટાઇગર શ્રોફના ડ્રાઇવરને સીધી ગોળી વાગી હતી, જ્યારે પોતે ટાઇગર શ્રોફ પણ ઈજાગ્રસ્ત થયો હતો. 

સોમવારે પત્રકારો સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર અને નિંદનીય બાબત છે. પોલીસે આને ગંભીરતાથી લીધી છે. પોલીસને કેટલાક પુરાવા મળ્યા છે. પોલીસે ઓળખ કરી છે કે આ લોકો દેશની બહારથી ઓપરેટ કરી રહ્યા છે. 

આ ડરપોક લોકો છે, જે છુપાઈ-છુપાઈને વાર કરવાનું કામ કરે છે. કોઈ પણ ગેંગ હોય, તેને છોડવામાં નહીં આવે. સીધા કેવી રીતે કરવા એ મુંબઈ પોલીસ સારી રીતે જાણે છે. આમના આકા ગમે ત્યાં બેઠા હોય, કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને તેમને શોધી કાઢીશું. વિપક્ષ આ મામલાને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ એ જ લોકો છે જે અગાઉ પોતાની પોલીસ પાસે હત્યાઓ કરાવતા હતા અને બદલી-પોસ્ટિંગમાં પૈસા ખાતા હતા. કોઈ પણ ગેંગ હોય, કોઈને છોડવામાં નહીં આવે. 

ઇ-પેપરના નવા શુલ્ક