• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

દિલ્હી જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનેથી દબોચાયો સંદિગ્ધ

CISFએ સ્ટેશનની બહાર નાસીને જતા સંદિગ્ધને દોડીને પકડયો : તપાસમાં મળ્યો સંદિગ્ધ પદાર્થ

નવી દિલ્હી, તા. 19 : દિલ્હીના જામા મસ્જિદ મેટ્રો સ્ટેશને સુરક્ષા તપાસ દરમિયાન સીઆઇએસએફએ એક સંદિગ્ધ યાત્રીને પકડી લીધો હતો. રિપોર્ટ અનુસાર બેગેજ ક્રીનિંગ દરમિયાન એક્સ-રે ઇન્સ્પેક્શન સિસ્ટમની ક્રીન ઉપર એક સંદિગ્ધ વસ્તુ જોવા મળી હતી. બાદમાં યાત્રીએ એકાએક ભાગવાની કોશિશ કરી હતી જો કે સતર્ક જવાનોએ સંદિગ્ધને સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે જ દબોચી લીધો હતો. સીઆઇએસએફ અનુસાર યાત્રીના સામાનની આગળ તપાસ કરવામાં આવતા આંતરવત્રમાંથી અજ્ઞાત નક્કર પદાર્થ મળી આવ્યો હતો. યાત્રી પોતે કુઆલાલમ્પુરનો એનઆરઆઇ હોવાનું કહ્યું હતું.

સંદિગ્ધ યાત્રી અને તેના સામાનને આગળની તપાસ માટે પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો તેમજ બરામદ પદાર્થ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે પદાર્થ શું હતો તે પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું નહોતું અને તેને છુપાવાનો ઉદ્દેશ્ય પણ મળી શક્યો નહોતો. આ બનાવમાં સીઆઈએસએફની ત્વરિત કાર્યવાહીથી સંદિગ્ધને સુરક્ષા તપાસની બચીને નાસી છૂટતો રોકી લેવાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક