• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

આજે લાલ કિલ્લે 80મા સ્વતંત્રતા દિવસનો સમારોહ

21 તોપની સલામી, હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ અને પહેલી વખત વંદે માતરમ્ની ગુંજ

દિલ્હી અભેદ કિલ્લામાં ફેરવાયું, મલ્ટીલેયર સુરક્ષા વ્યવસ્થા

નવી દિલ્હી, તા. 14 વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ 2026ના દિલ્હી લાલ કિલ્લાથી 80મા સ્વતંત્રતા દિવસ સમારોહની આગેવાની કરશે. વખતે સમારોહનું મુખ્ય ફોકસ રાષ્ટ્રીય ગીત વંદે માતરમનાં 150 વર્ષ અને વિકસીત ભારત-2047ના નિર્માણમાં યુવા શક્તિની ભૂમિકા ઉપર રહેશે. દરમિયાન લાલ કિલ્લાના સ્વતંત્રતા દિવસ સમારોહમાં પહેલી વખત વંદે માતરમ્ ગવાશે. સ્વતંત્રતા દિવસ સમારોહને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ ચાંપતી કરવામાં આવી છે. જેમાં 20 હજાર જવાનોની તૈનાથી અને એક મલ્ટી લેયર સર્વેલન્સ નેટવર્ક તૈયાર થયું છે. જેમાં દિલ્હી પોલીસની અલગ અલગ યુનિટ, અર્ધસૈનિક દળ, કમાન્ડો અને એનએસજી ટીમો તેમજ સ્નાઇપર્સ અને સ્પેશિયલ હીટ ટીમો તૈનાત રહેશે. સાથે 1,000 સીસીટીવી, ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ અને નંબર પ્લેટ ડિટેક્શન સિસ્ટમ પણ રહેશે. દેશના 80મા સ્વતંત્રતા દિવસ સમારોહનો પુરો કાર્યક્રમ પહેલાથી નક્કી છે.    પીએમ મોદી લાલ કિલ્લે પહોંચવાથી લઈને રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો, 21 તોપની સલામી, હેલિકોપ્ટરથી ફૂલનો વરસાદ, રાષ્ટ્રનાં નામે સંબોધન અને અંતમાં એસીસી કેડ્સે અને માય ભારત વોલન્ટિયર્સના વંદે માતરમના સામૂહિક ગાયન સુધી તમામ સ્તરે ચાલુ વર્ષની થીમ વિકસિત ભારત-2047નાં નિર્માણમાં યુવા શક્તિની ભૂમિકાની ઝલક જોવા મળશે.

લાલ કિલ્લા ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા હેલિકોપ્ટર દ્વારા ફૂલનો વરસાદ થશે અને બાદમાં પીએમ મોદી રાષ્ટ્રનાં નામે સંબોધન કરશે. ચાલુ વર્ષે લાલ કિલ્લે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે 5000 વિશેષ અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં વિભિન્ન સરકારી યોજનાઓના લાભાર્થી, મહિલા ઉદ્યમી, યુવા ઇનોવેટર્સ, વૈજ્ઞાનિક, સ્ટાર્ટઅપ સંબંધિત લોકો, સ્વચ્છતા કર્મચારીઓ, ટેક્સી અને કેબ ડ્રાઇવર્સ, નર્સિંગ સ્ટાફ, કિસાન, કારીગર વગેરે સામેલ છે. ઉપરાંત અલગ અલગ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી પરંપરાગત વેશભૂષામાં 1500થી વધારે લોકોને સમારોહમાં બોલાવવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક