શિક્ષણ
અંગે સરવે : શહેરોમાં ખર્ચ વધુ, સરકારી શાળાઓમાં ભણે છે 55.9 ટકા વિદ્યાર્થીઓ
નવી
દિલ્હી તા.ર7 : દેશમાં શાળાના શિક્ષણનું સ્તર કથળ્યું કે શું ? તેવો સવાલ એટલે ઉદ્ભવ્યો
છે કારણ કે દેશના ર7 ટકા વિદ્યાર્થીઓ પ્રાઈવેટ કોચિંગ મેળવવા મજબૂર છે અને ખાનગી કોચિંગની
પ્રવૃત્તિ શહેરોમાં ખુબ ફૂલીફાલી રહી છે. શહેરોમાં ગામડાઓની તુલનાએ પાઠયપુસ્તકો, પરિવહન,
સ્કૂલ ડ્રેસ વગેરે પાછળ ખર્ચ વધુ થાય છે.
કેન્દ્ર
સરકારે શિક્ષણ પર કરાવેલા એક વ્યાપક વાર્ષિક મોડયુલર સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે
દેશના ર7 ટકા વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ મેળવી રહ્યા છે. સર્વેક્ષણ અનુસાર સરકારી શાળાઓ
ભારતમાં શિક્ષણ પ્રદાન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને હજુય વિદ્યાલયોમાં નોંધાયેલા
કુલ વિદ્યાર્થીઓમાં પપ.9 ટકા ભાગીદારી સરકારી વિદ્યાલયોની છે. રિપોર્ટ અનુસાર ગ્રામીણ
ક્ષેત્રોમાં આ દર વધુ છે. જયાં 66 ટકા વિદ્યાર્થી સરકારી શાળાઓમાં નોંધાયેલા છે શહેરોમાં
આ દર 30.1 ટકા છે. ખાનગી બીન સહાય (માન્યતા પ્રાપ્ત) વિદ્યાલયોમાં દેશભરમાં 31.9 ટકા
વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.
રિપોર્ટ
જણાવે છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ર7 ટકા શાળાના વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ મેળવી
રહ્યા છે. શહેરો વિસ્તારોમાં પ્રતિ વિદ્યાર્થી કોચિંગ પર સરેરાશ વાર્ષિક ખર્ચ 3988
રુપિયા છે જે ગ્રામીણ વિસ્તારોમાં 1793 રુપિયા છે. જે અંતર ધોરણ વધતાં વધી જાય છે.
શહેરોમાં ઉચ્ચતર માધ્યમિક સ્તરે ખાનગી કોચિંગ પર સરેરાશ 99પ0 રુપિયાનો ખર્ચ કરવામાં
આવે છે. સર્વેમાં સામેલ વિદ્યાર્થીઓમાં 9પ ટકાએ કહ્યંy કે તેમના સ્કૂલ શિક્ષણના ખર્ચનો
મુખ્ય ત્રોત પરિવારજનો છે. 1.ર ટકા વિદ્યાર્થીઓએ કહ્યંy કે સરકારી છાત્ર શિષ્યવૃત્તિઓ
તેમના શાળાના શિક્ષણમાં નાણાંનો મુખ્ય ત્રોત છે.