ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું
(ફૂલછાબ
ન્યુઝ)
ભાવનગર,
તા.29 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ભાવનગર ખાતે સિદ્ધિતપના આરાધકોના
સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગર જૈન શ્વેતાંબર
મૂર્તિ પૂજક તપા સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન ગુરુ ભગવંતોની નિશ્રામાં સિદ્ધિદાયક
પ31થી વધુ સિદ્ધિતપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે જિનાલય ખાતેથી મુખ્યમંત્રીએ
તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું અને આરાધકોને શુભેચ્છા
પાઠવી હતી.
કાર્યક્રમની
શરૂઆતમાં નવકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને જૈન આચાર્ય દ્વારા
વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના
આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે એક સાથે આટલા તપસ્વીઓના દર્શનનો લ્હાવો મળ્યો
છે, તેમજ આપણી તો સંસ્કૃતિ છે કે તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે. તપશ્ચર્યા
અને તપસ્યાના માધ્યમથી મુનિ ભગવંતના ચરણોમાં જેટલા રહીએ એટલો લાભ થાય છે.
આ તકે
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, મેયર ભરત
બારડ, ધારાસભ્યો જીતુ વાઘાણી, સેજલબેન પંડયા, શિવાભાઈ ગોહિલ, સ્ટેન્ડિગ ચેરમેન રાજુ
રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.