જાનમાલના ભારે નુકસાનની ભીતિ, 11 જિલ્લાના 536 રસ્તા બંધ
શિમલા
તા.ર9 : હિમાચલ પ્રદેશના કિન્નૌરના લિપ્પામાં શુક્રવારે સવારે વાદળ ફાટતાં ભારે તબાહી
મચી છે જેમાં બે લોકો લાપતા બન્યા છે. જાનમાલના ભારે નુકસાનની ભીતિ વચ્ચે વાદળ ફાટયા
બાદ પૂર આવ્યુ છે અને ઠેર ઠેર ભૂસ્ખલન થતાં રાજયમાં કુદરતી આફત વચ્ચે 1રમાંથી 11 જિલ્લાના
પ36 જેટલા રસ્તા બંધ થયા છે. હિમાચલમાં ગુરુવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાવી નદીમાં
અચાનક આવેલા પૂરને કારણે કાંગડા જિલ્લાના બડા બંગાલ ગામમાં સરકારી ઈમારતો પાણીમાં ડૂબી
ગઈ હતી. બૈજનાથના એસડીએમ સંકલ્પ ગૌતમ અનુસાર,
જયાં 70 કિલો રાશન વિતરણ માટે રાખવામાં આવ્યુ હતુ તે સરકારી કેન્દ્ર સહિત અનેક
સરકારી ઈમારતો પૂરની ઝપટે ચઢી છે. બે પૂલ વહી ગયા છે જેથી અવરજવર બંધ છે. સંચાર વ્યવસ્થા
અસરગ્રસ્ત છે.
બડા
બંગાલ ગામ 7800 ફૂટની ઉંચાઈએ છે જયાં માત્ર પગપાળા જઈ શકાય છે. રાવી નદીના કિનારાના
ગામો ખાલી કરાવાયા છે. પરિસ્થિતી ન સુધરે તો જરુરી રાશન અને દવાઓ એરડ્રોપ કરવાની તૈયારી
છે. સ્થાનિકો અનુસાર, વાદળ ફાટયા બાદ 100થી વધુ ગોવાળ પોતાના પશુઓ સાથે ઉંચાઈએ ફસાઈ
ગયા છે. વરસાદ સતત ચાલુ હોવાથી ગામના કાચા મકાનો પર જોખમ છે. એનડીઆરએફની ટીમે રાહત
બચાવ કામગીરી શરૂ કરી છે.