• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

જાફરાબાદ દરિયામાં ગુમ થયેલા 11 માછીમાર પૈકી કુલ 4નાં મૃતદેહ મળ્યાં

બાકીના 7 ખલાસીઓની પીપાવાવ કોસ્ટગાર્ડ, સ્થાનિક બોટ એસોસિયેશન અને મરીન પોલીસ દ્વારા શોધખોળ

 

ભારે પવન અને ઉંચા મોજાથી રાહત-બચાવમાં રુકાવટ

(ફૂલછાબ ન્યુઝ)

અમરેલી, તા. 29: અમરેલી જિલ્લામાં દરિયામાં માછીમારોના બોટ અકસ્માતમાં કુલ 11 માછીમાર ગુમ થયા હતા. જે પૈકી 4 માછીમાર ભાઈઓના મૃતદેહ મળી આવ્યા છે. ત્યારે હજુ પણ 7 માછીમાર ખલાસીઓની પીપાવાવ કોસ્ટગાર્ડ, સ્થાનિક બોટ એસોસિએશન તથા મરીન પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

અમરેલી જિલ્લાની 3 માછીમાર બોટોનો થોડા સમય પહેલાં અકસ્માત થયો હતો. જેમાના 11 માછીમાર ખલાસીઓ ગુમ થયા હતા. જેમની શોધખોળ પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા ગત તા.20/8થી હાથ ધરવામાં આવી છે. ગત તા.22ના રોજ પીપાવાવ કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર શોધખોળ દરમિયાન કુલ-2 માછીમારોના મૃતદેહ મળી આવ્યાં હતા. બાદમાં કુલ 9 ગુમ માછીમાર ખલાસીઓ પૈકી તા.28ના નવસારી જિલ્લાના  જલાલપુર તાલુકાના માછીવાડ ગામના દરીયામાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતા. જે મૃતદેહને જલાલપુર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ તથા જરૂરી આઈડેન્ટીફીકેશન અર્થે જઈ જવામાં આવ્યાં અને ખરાઈ કરતા આ મૃતદેહ જયશ્રી તાત્કાલીક ફાશિંગ બોટમાંથી ગુમ થયેલા ખલાસીઓ પૈકીના હરેશભાઈ બીજલભાઈ બારૈયા (રહે. જાફરાબાદ) નો મૃતદેહ હોવાનું કન્ફર્મ થયું હતું. અને તેમના પરિવારને તા.29 સવારે 7 કલાકે મૃતહેદ સોંપવામાં આવ્યો હતો અને પરિવારજનો દ્વારા મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે જાફરાબાદ ખાતે લાવી અંતિમ ક્રિયા કરવામાં આવશે. ગુમ માછીમાર ખલાસીઓ પૈકી ગત તા.28 નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના માછીવાડ ગામના દરિયામાંથી મૃતદેહ મળી આવ્યો જે મૃતદેહને જલાલપુર તાલુકાના મરોલી સી.એચ.સી  ખાતે પોસ્ટ મોર્ટમ તથા જરૂરી આઈડેન્ટીફીકેશન અર્થે જઈ જવામાં આવ્યો અને મળેલા મૃતદેહના કપડા ઉપરથી પરિવારજનો દ્વારા મૃતક બોટ જયશ્રી તાત્કાલિક નામની ફાશિંગ બોટના ગુમ થયેલા ખલાસીઓ પૈકિના મનસુખભાઈ ભાણાભાઈ શિયાળ, શિયાળબેટ (રહે. શિયાળબેટ) વાળાનો મૃતદેહ હોવાની ખરાઈ કરવામાં આવી છે.  હવે મૃતકના પરિવારજનો દ્વારા મૃતકની અંતિમ વિધિ કરવામાં આવશે.

માછીમારો અને કોસ્ટગાર્ડની ટીમો દ્વારા સતત શોધખોળની કામગીરી ચાલી રહી છે, પરંતુ દરિયામાં ભારે પવન તથા ઉંચા મોજાંને કારણે રાહત બચાવ અભિયાનમાં મુશ્કેલીઓ આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળિયા જાફરાબાદ પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારજનોને  મળીને સાંત્વના આપી હતી અને સરકાર તેમના સાથે છે તેવો વિશ્વાસ આપ્યો હતો.

 

નવા બંદરની 7 બોટ માછીમારી માટે નિયમ વિરુદ્ધ રવાના થતા કાર્યવાહી

જાફરાબાદના નવા બંદરની 7 બોટ મધદરિયે માછીમારી કરવા રવાના થઇ હતી. હવામાન વિભાગની તથા તંત્રની ગંભીર સૂચના આપવામાં આવી હોવા છતાં અમુક લાલચુ બોટ માલિકો ખલાસીઓના જીવજોખમમાં મૂકી રહ્યા હોવાની સૂચના જાફરાબાદ મદદનીશ મત્સ્યોદ્યોગના ઘ્યાન ઉપર આવતા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ બોટ માલિકોને           

રૂ. 10,000 હજારનો દંડ ફટકારવામાં આવ્યો તેમજ તમામ બોટોને ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમમાં બેન કરવામાં આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક