• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સિંધુ ચંદ્રક ચૂકી : વર્લ્ડ ચેમ્પિયનશિપના કવાર્ટરમાં હાર

પેરિસ તા.29: વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના કવાર્ટર ફાઇનલમાં પીવી સિંધુનો વિજયરથ અટકી ગયો હતો. ભારતની સ્ટાર શટલર સિંધુનો કવાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાની 23 વર્ષીય અને 9મા ક્રમની ખેલાડી કુસુમા વર્દાની વિરૂધ્ધ 14-21, 21-13 અને 16-21થી પરાજય થયો હતો. 1પમા ક્રમની પીવી સિંધુ આથી ચંદ્રકથી દૂર રહી હતી. બીજી તરફ કુસુમા વર્દાનીએ સેમિ ફાઇનલમાં પ્રવેશ કરીને ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક નિશ્ચિત કરી લીધો છે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના મિકસ્ડ ડબલ્સના કવાર્ટર ફાઇનલમાં ભારતીય જોડી ધ્રુવ કપિલા અને તનીષા ક્રાસ્ટોની જોડી પણ હારીને બહાર થઇ હતી. ભારતનો મદાર હવે સાત્વિક-ચિરાગની જોડી પર છે. તેમનો કવાર્ટર ફાઇનલ મેચ મોડી રાત્રે રમાશે.

ઇ-પેપરના નવા શુલ્ક