• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

સેના લાંબા યુદ્ધ માટે તૈયાર રહે : રાજનાથ

મહૂ સૈન્ય છાવણીમાં          રણ સંવાદને સંબોધતાં સંરક્ષણ મંત્રીનું સશત્ર દળોને આહ્વાન

મહૂ, તા.ર7 : મધ્યપ્રદેશના મહૂ ખાતે યોજાયેલા બે દિવસીય રણ સંવાદ સંમેલનના છેલ્લા દિવસે સંબોધનમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આહવાન કર્યુ કે સશત્ર દળોએ લાંબા સમયના સંઘર્ષ (યુદ્ધ) માટે તૈયાર રહેવું જોઈએ જે ટૂંકા ગાળાથી લઈને પાંચ વર્ષ સુધી હોઈ શકે છે.

મહૂની સૈન્ય છાવણીમાં ત્રણેય સેનાની સંયુક્ત ગોષ્ઠી રણ સંવાદ ર0રપમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમારે કોઈની જમીન જોઈતી નથી, પરંતુ અમે અમારી જમીનની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છીએ. જ્યારે આપણે આગળ જોઈએ છીએ ત્યારે યાદ રાખવું જોઈએ કે ભારત સામે પડકારો મોટા છે, પરંતુ આપણો સંકલ્પ અને હિંમત તેનાથી પણ મોટી છે. દુનિયા ફક્ત આપણી શક્તિ માટે જ નહીં પરંતુ સત્ય, શાંતિ અને ન્યાય પ્રત્યેના આપણા સમર્પણ માટે પણ આદર આપે છે.

તેમણે ઉમેર્યું કે દેશનું રક્ષણ ફક્ત સરહદો પર તૈનાત સૈનિકો દ્વારા જ નહીં, પરંતુ નવી ટેકનોલોજી વિકસાવતા વૈજ્ઞાનિકો, શસ્ત્ર પ્રણાલી બનાવતા ઉદ્યોગપતિઓ અને આગામી પેઢીને યુદ્ધ માટે તૈયાર કરતા શિક્ષકો દ્વારા પણ થાય છે. આપણે આ દેશને આપણી એકતા, આપણા સ્પષ્ટ ઇરાદા અને સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ લઈ જવો પડશે. આ આત્મવિશ્વાસ સાથે, આપણે 2047 તરફ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધીશું. આપણે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. 

ઇ-પેપરના નવા શુલ્ક