• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

આતંકી સમા પરવીને પાક. આર્મી ચીફને કર્યો હતો મેસેજ

અમદાવાદ, તા. 6: આતંકી સમા પરવીનની તપાસમાં મોટા ખુલાસા થયા છે. સમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. સમા પરવીને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને પણ મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત એટીએસએ સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા ચાર આતંકીને ઝડપી પાડયા હતા, તેમની તપાસમાં માસ્ટરમાઇન્ડ સમા પરવીનનું નામ ખુલ્યું હતું. જે બાદ બેંગલુરુથી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત એટીએસની તપાસમાં સમા પરવીને કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે. સમા પરવીને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને પણ મેસેજ લખ્યો હતો. ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પ્રોજેક્ટ ગજવા ઉલ હિન્દ પ્રોજેક્ટ ખિલાફત શરૂ કરવા પોસ્ટ લખી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતમાં ખિલાફત વ્યવસ્થા સ્થાપિત કરવા ઉલ્લેખ કર્યો હતો.

માત્ર એટલું જ નહીં, તેણે હિન્દુઓ તેમજ ભારતની લોકશાહી સામે પણ સશસ્ત્ર ક્રાંતિ કરવી પડશે એવી વાત સોશિયલ મીડિયા પોસ્ટમાં કરી હતી. આ ઉપરાંત કેટલાક ભડકાઉ ભાષણના વીડિયો પણ સામે આવ્યા છે. આ સાથે જ તેણે હિન્દુ સમુદાય અને આગેવાનોને નિશાન બનાવવા પણ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો.લાહોરની લાલ મસ્જિદના ઇમામ અબ્દુલ અઝીઝના બયાનનો પણ આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુજરાત અઝજએ અલ કાયદા સાથે જોડાયેલા સભ્યોની ધરપકડ કરી હતી અને તેમની તપાસમાં નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે.

આરોપી સમા પરવીન દ્વારા શેર કરાયેલા સોશિયલ મીડિયા પરના લખાણનું એનાલિસીસ કરવામાં આવી રહ્યું છે. સમા પરવીન જાrિંફક્ષલયર્તીંક્ષફાશિંજ્ઞર્ક્ષીં02 પેજ ચલાવતી હતી. ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારે આ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઇ હતી. ગુજરાત એટીએસને તપાસમાં શમા પરવીન દ્વારા તેના અલગ અલગ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શેર કરાયેલી સોશિયલ મીડિયા પોસ્ટના કેટલાક ટુકડાઓ મળ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક