• રવિવાર, 04 મે, 2025

ટેરિફની આગમાં ઘણા દેશ સળગશે : ચીન

અમેરિકા તરફથી રાહત મેળવનારા દેશો ઉપર ભડક્યું ચીન : વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. 19 : અમેરિકાએ ચીન ઉપર 245 ટકા ટેરિફ લાદ્યો છે, જ્યારે ભારત સહિત ઘણા દેશોને 90 દિવસની રાહત આપાવમાં આવી છે. આ નિર્ણય ઉપર ચીનનું કહેવું છે કે અમેરિકાએ ભલે ચીન ઉપર ટેરિફ લાદ્યો પણ તેનું નુકસાન તમામ દેશોને છે. ચીને એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે, અમેરિકા ઈચ્છે છે કે 70 અન્ય દેશો પણ ચીન સાથે કારોબાર ઓછો કરે. અમેરિકાને એવી આશંકા છે કે અન્ય દેશો ચીન પાસેથી સામાન ખરીદીને અમેરિકાને જ  નિકાસ કરશે. તેવામાં તમામ દેશોએ ચીન સાથેનો કારોબાર ઘટાડવો પડશે.

ચીનના કહેવા પ્રમાણે જો ચીન સાથે દુનિયાના તમામ દેશોએ કારોબાર બંધ કર્યો હતો વૈશ્વિક મંદીની સ્થિતિ ઉભી થશે. ચીનના સરકારની અખબાર ગ્લોબલ ટાઈમ્સના કહેવા પ્રમાણે અમેરિકાએ ચીન ઉપર ઉંચો ટેરિફ લાદ્યો છે. જ્યારે બીજા દેશોને રાહત આપી છે. અમેરિકા માને છે કે આ સ્થિતિમાં અન્ય દેશો સાથે ટકરાવ થશે નહીં અને તે માત્ર ચીનને જ ટાર્ગેટ કરશે. ચીની અખબાર લખે છે કે અમુક દેશો અમેરિકાના દબાણમાં તૂટી શકે છે પણ ઘણા દેશો તરફથી કારોબાર જારી રહી શકે છે કારણ કે ચીનનો સામાન હાઈટેક છે અને તેના ઉત્પાદન પણ સસ્તા છે. જો દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓને ચીનથી અલગ કરવામાં આવશે તો વૈશ્વિક મંદીની સ્થિતિ ઉભી થઈ શકે છે. આ ઉપરાંત ઘણા દેશો ઉપર ખરાબ અસર પણ પડશે.

ચીની અખબારના કહેવા પ્રમાણે ભલે અમેરિકાએ અસ્થાયી રીતે ઘણા દેશ ઉપર ટેરિફ રોકી દીધો છે પણ તેનો અર્થ એવો નથી કે અમેરિકા ટેરિફ નહીં લાદે. બીજા દેશો ઉપર ટેરિફ પણ હવે અમુક દિવસોની જ વાત છે. આંકડા બતાવે છે કે અમેરિકા કોઈને છોડશે નહીં.

ટ્રમ્પના રસ્તે ઝેલેંસ્કી : ત્રણ ચીની કંપની પ્રતિબંધિત

કીવ, તા. 19 : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેંસ્કીએ ચીનની ત્રણ હથિયાર નિર્માતા કંપની ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ચીનની કંપનીઓ ઈસ્કેંડર મિસાઈલ ઉત્પાદનમાં સામેલ છે. જેનો રશિયા દ્વારા યુક્રેનના શહેરો ઉપર હુમલો કરવા ઉપયોગ થઈ રહ્યો છે. આ અગાઉ ઝેલેંસ્કીએ ચીન ઉપર આરોપ મુક્યો હતો કે તે રશિયાની મદદ કરતા હથિયારોની સપ્લાઈ કરી

રહ્યું છે. ઝેલેંસ્કી પ્રશાસને પ્રતિબંધિત કરવામાં આવેલી કંપનીઓ અને સંસ્થાઓની નવી યાદી જારી કરી હતી. જેમાં રશિયાની ઘણી કંપનીઓ ઉપરાંત બીજિંગ એવિએશન એન્ડ એરોસ્પેસ, જિયાંગહુઈ ટેક્નોલોજી લિમિટેડ, રુઈ જીન મશિનરી લિમિટેડ અને ઝોંગફૂ શેનયિંગ કાર્બન ફાઈબર જિનિંગ નામની ચીની કંપનીઓ સામેલ હતી.  બીજી તરફ ચીનના વિદેશ મંત્રાલયે યુક્રેની રાષ્ટ્રપતિ તરફથી મુકવામાં આવેલા આરોપોને નિરાધાર ગણાવ્યા હતા. ચીને શરુઆતથી જ યુદ્ધમાં પોતાને તટસ્થ બતાવવાનો પ્રયાસ કર્યો છે. યુદ્ધની શરૂઆતે રશિયા અને યુક્રેનને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જો કે સમય સમયે ચીન ઉપર રશિયાને મદદ કરવાના આરોપો લાગ્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક