• રવિવાર, 04 મે, 2025

ભાણવડમાં બાઇક સ્ટંટ કરનાર અને બાઈક આપનાર વિરુદ્ધ ગુનો નોંધયો

ખંભાળિયા, તા.2 : ભાણવડ વિસ્તારનો બાઇક સ્ટંટનો વીડિયો વોટ્સએપમાં વાયરલ થયેલો છે. આ અનુસંધાને ભાણવડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. બાઇક સ્ટંટના વાયરલ થયેલા વીડિયો બાબતે હ્યુમન સોર્સ મારફત ખરાઈ કરાવાતા આ વીડિયામાં દેખાતી બાઈકના રજિસ્ટર નં-જી.જે.11.એન.5989ની હોવાનું અને આ બનાવ ગત તા.13-4ના રોજ ભાણવડ રેલવે ફાટકથી ત્રણ પાટિયા તરફ જતા રસ્તે આવેલા ભાણવડ જી.આઈ.ડી.સી. રોડ ઉપર બનેલો હોવાનું જણાતા પોલીસે  ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ વીડિયોમાં બાઇક સ્ટંટ કરનાર શખસ કાયદાથી સંઘર્ષીત કિશોર હોવાથી બાઇક આપનાર માલિક હિતેષ નાનજી સિંગરખીયા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક