• રવિવાર, 04 મે, 2025

ગોંડલના વેપારીના 30 ટન ઘઉં બારોબાર વેંચી નાખ્યા, ટ્રક સુરત પાસેથી રેઢો મળી આવ્યો

 ગોંડલ તા.3: ગોંડલના વેપારીના 30 ટન ઘઉં બારોબાર વેંચી નાંખી મુંબઈના કમીશન એજન્ટ, ટ્રાન્સપોર્ટના માલિક અને ટ્રક ચાલકે રૂ.9.30 લાખની છેતરપીંડી આચરી હતી. ટ્રક સુરત પાસેથી રેઢો મળી આવતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ગોંડલમાં માલધારી હોટલ પાછળ રહેતાં મયુરભાઈ હસમુખભાઈ ભાલાળા (ઉ.વ.36) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જામવાડી જીઆઇડીસી, ગંગોત્રી સ્કુલ સામે નેશનલ હાઇવે ઉપર અનાજ સાફ સફાઈનુ ગણેશ એગ્રી શોર્ટટેક્સ નામન કારખાનું છે. જેમા તેમના પિતા તથા મેરૂભાઈ ડેવ રાજસ્થાની ભાગીદાર છે તેમજ ફરીયાદી કારખાનામા દેખરેખ તેમજ હિસાબ કિતાબ જોવાનું કામકાજ કરે છે. પ્રીયા ટ્રાન્સપોર્ટવાળા સુરેશભાઈ ચૈરસીયાની ગાડી ભાડે બાંધી હતી. જેનો ડ્રાઇવર આપેલ મશરુમઅલી સજનુદીન હતો. જે કારખાને આવતા ટ્રકમાં ઘઉં 30 ટન ભરી આપી બીલ રૂ.9.30 લાખ બનાવેલ હતુ બાદ ડ્રાયઇવર ટ્રક લઈ નીકળી ગયો હતો.

 જયારે ચેતનભાઇને પૂછતા તેમણે કહયું કે ઘઉં હજુ મળ્યા નથી.  જેથી મુંબઈના હીમત ગોરી, પ્રીયા ટ્રાન્સપોર્ટ વાળા સુરેશ ચૈરાસીયા તથા ટ્રક કન્ટેનરનો ચાલક મશરુમઅલી સજનુદીનએ છેતરપીંડી કરવાના ઇરાદે અગાઉથી પ્લાન બનાવી એક બીજા સાથે મળી 30 ટન ઘઉં રૂ. 9.30 લાખના ભરી લઇ જઈ બારોબાર વહેચી નાખી ટ્રક ખાલી હાલતમા રોડ ઉપર મુકી છેતરપીંડી કરતાં ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક