• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે ગિલ નોમિનેટ

સ્ટોકસ અને વિયાન મુલ્ડર પણ રેસમાં

દુબઇ, તા.6: ઇંગ્લેન્ડ વિરુદ્ધની પ ટેસ્ટ મેચની શ્રેણીમાં 7પ.40ની સરેરાશ અને ચાર સદીથી કુલ 7પ4 રન કરનાર ભારતીય કપ્તાન શુભમન ગિલ જુલાઇ મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે આઇસીસી દ્રારા નોમિનેટ થયો છે. પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડની રેસમાં ગિલ સાથે ઇંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોકસ અને દ. આફ્રિકાનો બેટર વિયાન મુલ્ડર સામેલ છે. 2પ વર્ષીય ગિલે શ્રેણીમાં ભારતીય કપ્તાનના રૂપમાં સર્વાધિક રનનો સુનીલ ગાવસ્કર (732)નો રેકોર્ડ તોડયો હતો. તે આ વિશ્વ સૂચિમાં બ્રેડમેન (810) પછી બીજા સ્થાને છે. ગિલના નામે જુલાઇ મહિનામાં ત્રણ ટેસ્ટમાં 94.પ0ની સરેરાશથી કુલ પ67 રન રહ્યા છે. આથી તે જુલાઇ માટે આઇસીસી પ્લેયર ઓફ મન્થ એવોર્ડ માટે નોમિનેટ થયો છે.

જ્યારે સ્ટોકસે જુલાઇ મહિનામાં હરફનમૌલા દેખાવ કરીને 2પ1 રન કર્યાં અને 12 વિકેટ લીધી હતી. જયારે આફ્રિકાના વિયાન મુલ્ડરે ઝિમ્બાબ્વે સામે 367 રનની અણનમ રેકોર્ડ ઇનિંગ રમી હતી. તેની પાસે લારાનો 400 રનનો રેકોર્ડ તોડવાની તક હતી, પણ ઇનચાર્જ કેપ્ટન તરીકે તેણે દાવ ડિકલેર કર્યો હતો. તે જુલાઇ મહિનામાં 7 વિકેટ પણ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક