ભારતીય
કપ્તાન ગિલ ટોપ ટેનની બહાર : બુમરાહ હજુ પણ નંબર વન બોલર
ICCએ
નવા ટેસ્ટ ક્રમાંક જાહેર કર્યાં
દુબઇ,
તા.6: ઓવલ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી ભારતને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 રને યાદગાર વિજય
અપાવનાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજ નવા આઇસીસી ક્રમાંકમાં કારકિર્દીના શ્રેષ્ઠ 1પ નંબર
પર પહોંચ્યો છે. તેણે આખરી ટેસ્ટમાં 190 રનમાં 9 વિકેટ લીધી હતી. બીજી તરફ પ ટેસ્ટની
શ્રેણીમાં 7પ4 રન કરનાર ભારતીય કપ્તાન શુભમન ગિલ ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ટોપ ટેનમાંથી
બહાર થયો છે. ઓવલ ટેસ્ટની બન્ને ઇનિંગમાં તે રન કરી શક્યો ન હતો. જેનું નુકસાન સહન
કરવું પડયું છે. જ્યારે ઓવલ ટેસ્ટની સદીનું યશસ્વી જયસ્વાલને ઇનામ મળ્યું છે. તે ટોચના
પાંચ બેટધરમાં સામેલ છે. આખરી ટેસ્ટ ગુમાવનાર જસપ્રિત બુમરાહ પહેલા સ્થાને ટકી રહ્યો
છે.
સિરાજના
નામે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં કુલ 23 વિકેટ રહી છે. નવા આઇસીસી ટેસ્ટ બોલિંગ ક્રમાંકમાં
તેને 12 સ્થાનનો ફાયદો થયો છે અને કેરિયરના બેસ્ટ 1પમા ક્રમે પહોંચી ગયો છે. તેનો સાથી
બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પણ કેરિયરના બેસ્ટ પ9મા ક્રમે પહોંચ્યો છે. ઇંગ્લેન્ડના ગસ એટકિંસને
ઓવલ ટેસ્ટમાં 8 વિકેટ લીધી હતી. આથી તે પહેલીવાર ટોપ ટેનમાં સામેલ થયો છે. તે સ્ટાર્ક
સંયુક્તરૂપે 10મા નંબર પર છે. બુમરાહ, રબાડા અને કમિન્સ ટોચના 3 બોલર છે. બુમરાહ સિવાય
અન્ય કોઇ ભારતીય બોલર ટોપ ટેનમાં સામેલ નથી.
ટેસ્ટ
બેટિંગ ક્રમાંકમાં ઈંગ્લેન્ડના જો રૂટ અને હેરી બ્રુક પહેલા-બીજા સ્થાને છે. કેન વિલિયમ્સન
ત્રીજા નંબર પર છે. જ્યારે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ ફરી ટોપ ફાઇવમાં સામેલ થયો છે.
તેણે ઓવલમાં બીજા દાવમાં સદી કરી હતી. તે ત્રણ સ્થાન ઉપર આવી પાંચમા નંબર પર છે. ઋષભ
પંત એક સ્થાન નીચે આવી આઠમા નંબર પર છે જ્યારે ભારતીય કપ્તાન શુભમન ગિલ ચાર સ્થાન નીચે
આવીને 13મા નંબર પર આવી ગયો છે.
ટોપ
ટેન બોલર
ક્રમ બોલર રેટિંગ
1 જસપ્રિત બુમરાહ 889
2 કાગિસો રબાડા 851
3 પેટ કમિન્સ 838
4 મેટ હેનરી 817
5 જોશ હેઝલવૂડ 815
6 નોમાન અલી 806
7 સ્કોટ બોલેંડ 784
8 નાથન લિયોન 769
9 માર્કો યાનસન 767
10 મિશેલ સ્ટાર્ક 766
ટોપ
ટેન બેટર
ક્રમ બેટર રેટિંગ
1 જો રૂટ 908
2 હેરી બ્રુક 868
3 કેન વિલિયમ્સન 858
4 સ્ટીવન સ્મિથ 816
5 યશસ્વી જયસ્વાલ 792
6 તેંબા બાવૂમા 790
7 કામિન્ડુ મેન્ડિસ 781
8 ઋષભ પંત 768
9 ડેરિલ મિચેલ 748
10 બેન ડકેટ 747