• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

પ્રેમજાળમાં ફસાવી નર્સ ઉપર પરિણીત શખસનું દુષ્કર્મ : 8.56 લાખ પડાવ્યા

યુનિવર્સિટી પોલીસ મથકમાં

યુવતીની ફરિયાદ

રાજકોટ, તા.4: નવા થોરાળા વિસ્તારમાં રહેતી અને નર્સ તરીકે નોકરી કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગવતીપરાના પરિણીત શખસે અવારનવાર દુષ્કર્મ આચરી માથે જતા રૂા.8.56 લાખ અને સોનાનો ચેઈન પણ પડાવી લેતા યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નવા થોરાળા વિસ્તારમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ભગવતીપરા સમન્વય ફ્લેટની બાજુમાં રહેતો બાવાશા યાસીનશા પઠાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, અગાઉ સને 2022માં તે સાધુવાસવાણી રોડ પરના વિસ્તારમાં રહેતી અને તે વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. ત્યારે આરોપી બાવાશા તેના પિતા યાસીનશા બીમાર હોવાથી તેની સારવાર કરાવવા માટે આવ્યો હતો. ત્યારે તેની સાથે સંપર્ક થયો હતો. બંને હોસ્પિટલમાં અવારનવાર મળતા હતા અને આરોપીએ કહ્યું કે, હું અપરિણીત છું. હું તારી સાથે લગ્ન કરીશ તેમ લાલચ આપી ફરિયાદીના રૂમમાં તથા હોટલમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદ આરોપી પરિણીત હોવાની ખબર પડતા ફરિયાદીએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. બાદ આરોપીએ તેને સમજાવી કહ્યું મારી પત્ની સાથે રહેવું નથી. ચાર-પાંચ દિવસમાં જ લગ્ન કરી લેવા છે તેમ વાત કરી આરોપી ફરિયાદી સાથે દસ દિવસ રહ્યો હતો અને ત્યારે પણ દુષ્કર્મ આચર્યું હતું તેમજ તેણે કટકે કટકે રૂા.8.56 લાખ અને સોનાનો ચેઈન પણ લઈ લીધો હતો. ફરિયાદીએ આ પૈસા અને ચેઈન માગતા આરોપીએ અલગ અલગ વાયદા કરી અને ઝઘડો કરી જતો રહ્યો હતો બાદ તેણે ફોન બંધ કરી દેતા યુવતિએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક