• શનિવાર, 21 નવેમ્બર, 2026

શાપરમાં આઠ વર્ષની બાળકી સાથે પૂજારીની શરમજનક હરકત

મહાદેવ મંદિરના મેદાનમાં રમતી બાળકીને ઓરડીમાં બોલાવી અડપલાં કર્યા ઃ માતાની ફરિયાદ બાદ પોક્સો હેઠળ ગુનો

રાજકોટ, તા.19ઃ રાજકોટના શાપર-વેરાવળમાં આઠ વર્ષની માસૂમ બાળકી સાથે મંદિરના 60 વર્ષીય પૂજારીએ અડપલાં કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરના મેદાનમાં રમતી બાળકીને ઓરડીમાં બોલાવી પૂજારીએ અયોગ્ય હરકત કરી હતી. બાળકી ઘરે આવી માતાને સમગ્ર હકીકત જણાવતાં પરિવારજનો ચોંકી ઊઠÎા હતા. બનાવ અંગે પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે બાળકીની માતાએ શાપર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શાપરમાં રહેતા સુરેશભાઈ (ઉ.વ.60)નું નામ આપ્યું છે. માતાના જણાવ્યા મુજબ, બાળકી મહાદેવ મંદિરના મેદાનમાં રમવા ગઈ હતી ત્યારે પૂજારીએ તેને પોતાની પાસે બોલાવી ઓરડીમાં લઈ જઈ અડપલાં કર્યા હતા. બાળકીના વિરોધ બાદ દરવાજો ખોલતાં તે ઘરે દોડી આવી હતી. દીકરીની આપવીતી સાંભળ્યા બાદ માતાએ પતિ સહિત પરિવારજનોને જાણ કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. ઇન્ચાર્જ પીઆઈ ઇંદ્રજીતાસિંહ સરવૈયાની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક