• મંગળવાર, 16 જૂન, 2026

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો રામ મંદિરના દાનનો વિવાદ

અયોધ્યા, તા. 15 : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં અપાયેલા દાન અને ચઢાવાના દુરુપયોગનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. રામ મંદિરના દાન મુદ્દે મૂકવામાં આવેલા આરોપો ઉપર એફઆઇઆર નોંધાવવા અને કોર્ટની દેખરેખમાં તપાસ કરવાનો નિર્દેશ મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ દરમિયાન એસઆઈટી દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં સંબંધિત દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડ કબજે લઈને તપાસ શરૂ કરી હતી. એસઆઈટી દ્વારા પ્રારંભિક રિપોર્ટ 15 દિવસમાં સોંપી દેવાનો નિર્દેશ છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશને સંબોધિત આ અરજી એડવોકેટ ઓન રેકોર્ડ અનૂપ પ્રકાશ અવસ્થી દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે સીબીઆઇ જેવી કોઈ મોટી તપાસ એજન્સીને સ્વતંત્ર તપાસનો આદેશ આપવાનો વિચાર કરવામાં આવે, જે એજન્સીની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થાય.

 

ઇ-પેપરના નવા શુલ્ક